________________
( ૮૭ ) કલું છતાં સિંધિઓના મુલમાં નાના સાહેબને આશ્રય મળ્યો હતો એવો વહેમ અંગ્રેજ સરકારના મનમાં હતો અને તેથી સરકારની તેમના ઉપર કરડી નજર હતી. કોઈ કોઈ વખત તે એમ પણ કહેવામાં આવતું હતું કે સિંધિઓના રાજ્યમાં નાનાસાહેબ રહે છે પણ પાકી તપાસ કર્યા પછી તે વાત ખોટી માનવામાં આવી. ઈ. સ. ૧૮૭૪ માં એજ વહેમને લીધે એક આંખે કાણા એક અજાણ્યા માણસને, તે નાના સાહેબ છે એમ બતાવી તેને પકડી સિંધિ આ સરકારે ઈગ્રેજોને સ્વાધિન કર્યો હતો પણ તે નાનાસાહેબ નહિ પણ બીજો માણસ છે એમ કરવાથી તેને છોડી મુ.
મહારાજા સિંધિઓ સરકારે રાજા સરદીનકરરાવને રૂ૫૦૦૦ (પાંચ હજાર) ની ઉપજનાં ગામ બક્ષિસ આપ્યાં. થોડા દિવસ પછી મહારાજા અને દિવાન એમની વચ્ચે અનુચીત થયું, તેથી રાજ સરદીનકરરાવે દિવાનગીરી ડી. આ વખતે તેમને મહારાજાએ રૂ૫૦૦૦૦ (પચાસહજાર)ની જાગીર આપી. ઈ. સ. ૧૮૬૪માં મહારાજાનાં વડીએ બાઈ જાબાઈ મરણ પામ્યાં, તેથી તેમને આપવાની નામક બંધ થઈ - ઈ. સ. ૧૮૭૫ માં વડોદરાના મહારાજા મહાવરાવ ઉપર રેસીડેન્ટ કર્નલ ફેરને ઝેર દેવાનું તેહમત મુકવામાં આવ્યું હતું. તેની તપાસ કરવાને કમીશનરો નીમવામાં આવ્યા હતા. તેમાં મહારાજા જયાજીરાવ સિંધિઓને એક કમીશનર તરીકે નીમવામાં આવ્યા હતા. તેમણે તથા જયપુરના મહારાજા રામસિંહજી અને રાજા સરદીનકરરાવે મળી મલ્હાવરાવને નિર્દેશ કરાવ્યો હતો, પરંતુ તે મત કબૂલ નહિ રહેવાથી એ ત્રણે સરદાર નારાજ થયા હતા. એજ સાલની આખરે નામદાર પ્રીન્સ ઓવ વેલ્સ હિંદની મુસાફરીએ આવ્યા ત્યારે મહારાજા જયાજીરાવ સિંધઆએ કલકતે જઈ તેમની મુલાકાત લીધી હતી. વળી તે યુવરાજ પાછા વળતાં ગ્વાલિ અર પણ આવ્યા હતા. આ વખત ૮૦૦૦ માણસની ફોજની મહારાજાએ રવી કરાવી હતી. આ રવી વખત એક બાજુના સેનાપતિનો હોદો મહારાજા જયાજીરાવ સિંધિઓએ લીધો હતો અને બીજી બાજુએ કમાન્ડર ઈન ચીફ હ; જેમાં એક કૃત્રીમ લડાઈ પણ લડવામાં આવી હતી. આ જોઈ યુવરાજ બહુ પ્રસંન થયા હતા.
તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ મહારાણી વિકટોરીઆએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com