________________
( ૮૦) સિંધિઓ તથા હેલકર સાથે વિશેષ સ્નેહ કર્યો અને આ બંનેની ફોજે અજમેર તરફ આવી. સિધિઓ અને અંગ્રેજો વચ્ચે બીગાડ થવાનાં કારણ હતાં, તેમાં ગેહદના રાણાને કંઈ મુલક ન આપે અને પોતે વાલીઅર લેવું એવી લતરાવસિંધિઆની મરજી હતી. તેમના દિવાન સરજેરાવ ગાટગેએ અથવા તેના બીજા લોકોએ ઈગ્રેજ રેસીડેન્ટના બંગલામાં લૂંટ કરી હતી, તે પણ ઈગ્રેજો સાથે બિગાડ નહિ થવા માટે તેમના મનમાં હતું. ગવરનર જનરલ લોર્ડ કાનેવાલીસને વિચાર સિંધિઓ તથા હેલકર સાથે સલાહ કરવાનો થયો અને તેથી તેમ કરવા માટે જનરલલેકને હુકમ કર્યો. આથી તા. ૨૩ નવેમ્બર ૧૮૭૫ના રોજ મી. માલકલમની વિધમાન સલાહ થઈ તેમાં એમ ઠર્યું કે ગ્વાલીઅર તથા ગેહદ પ્રાંત સિંધિઓને પાછા આપવા. ચંબલ નદી, એ ઈગ્રેને તથા સિંધિઓ એ બેઉના રાજ્યોની સીમા જાણવી. સિધિઆનો મુલક આગલી સલાહ પ્રમાણે છે ને પાસે આવ્યો હતો, તેમાં તેમના હક વિમેરે હતા તે તેમણે છોડવા અને તેને બદલે અંગ્રેજોએ તેમને દર સાલ ૩૦ લાખ રૂપીઆ સેકડા આપવા તથા તેમની રાણી અને પુત્રીને ત્રણ લાખની જાગીર આપવી; માળવા, મેવાડ, અને મારવાડના મુલકમાંથી સિપિઆને ખંડણી આપનારા ઉદયપુર, જોધપુર, કોટા વગરના રાજા સાથે ઈગ્રેજોએ સલાહ કરવી નહિ તથા સિંધિઓએ તાપી તથા ચંબલ એ નદીઓ વચ્ચેનો મુલક હેલકર પાસેથી લીધો હતો તે વિશે તેમણે કંઈ બોલવું નહિ.
ઉપલા કરારથી બેહદ અને ગ્વાલી સરસિંધિઓના તાબામાં આવ્યાં પરંતુ ગોહદ પ્રાંત રાણ કીરતસિંહના તાબામાં હતો, તેથી તે બદલ - ણાને લપુર, બારા, અને રાજ ખેડાનાં પ્રગણું આપ્યાં. આ પ્રગણુંમાંનું ધોલપુરનું રાજ્ય બન્યું અને તે “લપુરનું રાજ્ય” એ નામથી ઓળખાય છે તથા તે રાજ્ય રાજપુતાણામાં દાખલ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સિંધિઆની રાજગાદીનું એક ચોકસ ઠેકાણું નહોતું તે હવે ગ્વાલીઅરમાં થયું.
ઈ. સ. ૧૮૧માં પિઢારાઓને વશ કરવા માટે અંગ્રેજ સરકારે લશ્કર ભેગુ કરવા માંડયું. આ પિંઢારા સામેની લડાઈમાં દોલતરાવ સિંધિઓ પણ પોતાનું લશ્કર લઈને સામેલ થયા હતા. પીઢારાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com