________________
(૭૯) વખત લતરાવસિંધિ અને રધુછ ભોંસલેના મળીને ૫૦ હજાર સ્વાર, ૩૦ હજાર કવાયતી પેદલ અને ઘણી તોપો હતી, તેમજ બીજા લૂટારૂ લાક પણ તેમને આવી મળ્યા હતા. અંગ્રેજો અને મરેઠા વચ્ચે અસાઈ આગળ ભારે લડાઈ થઈ, જેમાં સિંધિઓ વગેરેનું મરેઠી લશ્કર હારીને ના અને અંગ્રેજોએ આસીરગઢ, બરાનપુર, પાવાગઢ પંચમહાલ અને ભરૂચ વગેરે મુલક તાબે કરી લી. હિંદુસ્થાનમાં ફેર દિલ્હી આગળ લેકિની સામે તેમને લડાઈ થઈ. એ લડાઈમાં સિંધિઓએ ઘણું મજબુત ટકાવ કર્યો, પરંતુ પોતાનાં ઘણાં માણસ મરાયાથી દિલ્હી અને આગ્રા પણ અંગ્રેજોએ જીતી લીધાં.
હવે સિંધિઓને અંગ્રેજો સાથે સલાહ કરવાની જરૂર પડી. તેમણે તા. ર૭મી ફેબ્રુઆરી સને ૧૮૦૪ના રોજ સીરછ અંજે ગામને મુકામે મેજર માલકમની રૂબરૂ કબુલ કર્યું કે “ગંગા અને જુમનાં વચ્ચેનો મુલક, તથા જયપુર, જોધપુર અને ગેહદનાં રાજ્યની ઉત્તર તરફનો મુલક તથા ભરૂચ કિલ્લો અને તે પ્રાંત એટલું સિંધિઓએ અંગ્રેજોને આપવું; તેમજ અહમદનગરનો કિલ્લો તથા તે પ્રાંત પેશ્વાને આપવો; અંજીઠી તે ગોદાવરી નદી સુધીનો સઘળો પ્રાંત નિજામને આપવો. દિલ્હીનો ૫દશાહ શાહઆલમ, પેશ્વા અને નિજામ તથા આનંદરાવા ગાયકવાડ, એમના ઉપર જે જે દાવા હેય તે છોડવા. ભરતપુર, જોધપુર, જયપુર, માચેરી (અલવર), બુંદી, અને ગોહદનાં રાજ્યોને ઉદપદ્ર કર નહિ, અને અંગ્રેજોના ત્ર જે બીજા યુરોપીઅન તથા અમેરીકન તેમને નોકરીમાં રાખવા નહિ: આ પ્રમાણે સિંધિઓએ કબુલ કર્યું. ઇ. ગ્રેજોએ આશીરગઢ, બરહાનપુર, પાવાગઢ પંચમહાલ વગરે જે કિલા લીધા હોય તે અને સિંધિઆના મોકાસા, દેશમુખી વગેરે હક પાછા આપવાને, તેમણે આપેલી નીમકો વગરે ચલાવવાનું કબૂલ કર્યું. આગળ તુરત ૧૦૦૦ પેદલ અને તોપખાનું એટલું લસ્કર સિંધિઆના રક્ષણ માટે અંગ્રેજોએ રાખવું અને તેના ખરચને પેટે પહેલા લખેલા મુલકો સિવાય કંઈ માગવું નહિ એવો કરાર લખાયો. આ કરારમાં એમ પણ લખાયું હતું કે રિધિ આના રાજ્યમાં ઈંગ્રેજી રેસીડેન્ટ રહે તથા સિંધિઓએ દક્ષિણ તરફ જવું નહિ.
સને ૧૮૦૫ની સાલમાં ભરતપુરના રાજાએ અંગ્રેજોને મળ્યા ઉપરાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com