________________
(૭૮). દીએ બેસવાને હક બાજીરાવનો હતો. પણ નાનાફડનવીસે કેટલાક વખત સુધી તેને ગાદી ઉપર બેસવા દીવે નહિ અને ભારે ખટપટ ચલાવી પણ છેવટ લતરાવ સિંધિઆની મદદ મળવાથી ફડનવીશે તેને ગાદીએ બેસાડ્યો. બાજીરાવ પેશ્વા રાજ ચલાવવાને લાયક નહોતો. તેણે કેટલીએક ખટપટો કરવા માંડી અને તે ખટપટોમાંથી દોલતરાવ સિધિઓ અને નાના ફરવાસને અંદર અંદર લડાઈ સળગી. સિંધિઆએ એક આખો દિવસ અને રાત પુના શહેર લૂટયું તેથી મારામારી અને કાપાકાપી ચાલી જેમાં ઘણા લોકોના જીવ ગયા. નાનાફડનવીસને પકડી અહમદનગરના કિલ્લામાં કેદ રાખ્યો તથા તેને ઠેકાણે દોલતરાવે પોતાના સસરા ગાટગેને પ્રધાન બનાવ્યો. ગાટગેએ લોકોને માર મારીને તથા ઘણાના પ્રાણ લઈને નાણાં કઢાવ્યાં. લશ્કરે પગારને માટે બંડ કર્યું, તેમજ મરેઠી સરદારે અંદર અંદર તોફાન કરવા લાગ્યા. છેવટ બાજીરાવ પેશ્વાએ ગાટગેને દૂર કરી નાના ફડનવીસને કેદમાંથી કહાડી પ્રધાન બનાવ્યો. આ વખત દોલતરાવ સિંધિઓ હિંદુસ્થાનમાં હતા ત્યાં તેમની અને જસવંતરાવ હલકર વચ્ચે લડાઈ ચાલતી હતી, જેમાં હજારો યોદ્ધા કપાઈ મુઆ ઈ. સ. ૧૮૦૦. આ લડાઈમાં હોલકર હાર્યો. આ બંનેની લડાઈમાં પેશ્વા સિંધિઆની પક્ષમાં હતો તેથી હલકર વેર વા પુને ગયો. બાજીરાવ પેશ્વા પુના છોડી વસાઈ જતો રહ્યો, એટલે હલકો બાજીરાવના ભત્રીજાને પુનાની ગાદીએ બેસાડ્યો ઈ. સ. ૧૪ ૦૨. બાજીરાવ વસાઈ ગયો અને મુંબઈના ગવરનર સાથે સલાહ કરી. આ સલાહમાં એમ ઠર્યું કે “બાજીરાવ ઈંગ્રેજ સરકારને ર૦ લાખ રૂપિઆનો મુલક આપે તથા અંગ્રેજી ફોજ નેકરીમાં રાખે. બીજા કોઈ યુરોપી અને નોક - રીમાં રાખવો નહિ, તથા પરરાજ્યો સાથે કંઈ પણ કામ પડે તો રેસીડેરની મારફત તે કામ ચલાવે.” આ ઠરાવથી અંગ્રેજોએ બાજીરાવને ફેર પુનાની ગાદીએ બેસાડ્યો. ઈગ્રેજી લશ્કર બાજીરાવને લઈને પુને ગયું એટલે સિંધિઓ અને હેલકર પુનામાંથી નીકળી ગયા.
ઇગ્રેજ સરકારે દોલતરાવ સિંધિઆને કહેવડાવ્યું કે તમારે હવે માળવામાં જઈને રહેવું, તેમજ નસલે વગરે સરદારને પણ કહેવડાવ્યું કે તેમણે પણ પોત પોતાને ઠેકાણે જઈને રહેવું. આ વાત તેમણે કબુલ નહિ કરવાથી જનરલ વેસલીએ મરેઠી સરદારો ઉપર ચોતરફથી ફોજે મોકલી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com