________________
(૭૩) છાવણી કરી પડ્યા હતા ત્યાં વિજ્યસિંહે મારા મિકલ્યા; તેમણે તેમને દગાથી માર્યો. આ મરણના બદલામાં મરેઠાને અજમેરને કિલ્લો અને મારવાડની જમીનમાંથી ચોથ મળવા ઠરાવ થયો.
આ વેળા એટલે ઈ. સ. ૧૭૫૮માં જયાજીરાવ પછી સિંધિઆની ગાદીએ તેમના ભાઈ દતાજીરાવ આવ્યા. દતાજીરાવે પોતાના ભાઇની હયાતીમાં ઈ. સ. ૧૭૫૧માં હૈદ્રાબાદના નિજામનો બેટો સલાબતપંગ પુના ઉપર ચઢી આવ્યો હતો તેના સામે લડી તેને ત્યાંથી નસાડી મુકો હતો. તેમજ ઈ. સ. ૧૭૫૫માં પેશ્વાના ભાઈ રધુનાથરાવે અમદાવાદને કબજે કર્યું, તે વખત પણ તે રધુનાથરાવની મદદમાં મુખ્ય હતા. ઈ. સ. ૧૫૮ની સાલમાં પેશ્વાના ભાઈ રઘુનાથરાવની સરદારી નીચે મરેઠી લશ્કર પંજાબમાં ગયું અને લાહોરને જીતી લીધું. આ વેળા મરેઠી રાજ્યનો અમલ હિંદુસ્થાનના ઘણાખરા ભાગમાં પથરાઈ ગયો હતો. લાહરની છત પછી કાબુલને પાદશાહ અહમદશાહ અબદલી, રોહીલાનો સરદાર નજીબ ઉદદાલા અને અધા (લખનેર)નવાબ સુજાઉદ-દૌલા એટલા જણ મરેઠી લશ્કર સામે ચઢી આવ્યા. મરેઠી લશ્કરમાં દતાજીરાવ સિધિઓ અને મહાવરાવ હેલકર બંને સરદારો હતો. મુસલમાન અને મરેઠા વચ્ચે દિલ્હીની પાસેના રૂધીર ગામ આગળ મહાભારત યુદ્ધ થયું; જેમાં દતાજીરાવ સિંધિઓ મરાયા અને મરેઠાની હાર થઈ ઈ.સ. ૧૭૫૮.
ઉપલી લડાઈમાં દતાજીરાવ મરાયા તથા ત્યારપછી તેમના ભાઈ જોઈતા પણ તેજ વરસમાં દીગની પાસેના કુબેર પાસે એક લડાઈમાં મરાયા હતા તેથી તેમના વડા ભાઈ જયાજીરાવના વડા પુત્ર જ કોઝ સિંધિઆનું પદ પામ્યા. લાહેરની લડાઈના વખતથી મરેઠા અને મુસલમાન વચ્ચે રણસ્થંભ રોપાયો હતો અને તેથી લડાઈઓ ચાલુ હતી. તા. ૦મી જાન્યુઆરી સને ૧૮૬૧ ના રોજ પોઢી આમાં પાણીપતના મેદાનમાં મારા અને મુસલમાનો વચ્ચે દારૂણ યુધ મખ્યું. મરેઠા હરહર મહાદેવ અને મુસલમાનો દિનદિન એમ પોકાર મારતા તલવારો ઉછારવા મંડ્યા. બપોરના બે વાગતા સુધી યુદ્ધ ચાલ્યું. એ વખતે પેશ્વાનો પુત્ર વિશ્વરાવ, સેનાપતિ સદાશિવરાવ અને જે કોજીરાવ સિંધિઓ વગેરે ધણ સરદારે રણમાં પડ્યા. આ વેળા પહેલાંથી મહાવરાવ હોલકર અને દામાજીરાવ ગાયકવાડ નાશી છૂટયા હતા. મરેઠી ફોજ માંના હજારો યોદ્ધાઓ
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com