________________
( ૭૪ ) રણમાં પડ્યા, હજારો નાસતાં મરાયા અને જે મુસલમાનોને હાથ પકડાયા તેમને બહુ નિર્દયતાથી માર્યા. મરેઠી લશ્કરમાં જે સ્ત્રીઓ અને છોકરાં હતાં તેમાંની ખુબ સુરત સ્ત્રીઓની આબરૂ લીધી તથા બાકીનાને ગુલામ કરી લીધાં. આ યુદ્ધમાં મરેઠી પોધા આશરે બે લાખમરાયા હતા.
જ કોજીરાવ સિંધિઓ ઉપલા યુધમાં મરાયા તેથી સિંધિઓની વંશમાં માધજી અને તુકાજી એ બે ભાઈ રહ્યા. જે મુળ પુરૂષ રાણેજીની રજપુત રાણીના પુત્ર હતા. જંકોજીની જગએ કોને કાયમ કરવો એ વિશે સવાલ ઉઠશે, તેમાં માધવરાવ પેશ્વાના ભાઈ રધુનાથરાવને વિચાર માનાજી ઉર્ફે ફાંકડેને સરદારી આપવી એમ હતો, પરંતુ નાના ફડનવીશ અને હરીપંથ ફડકેએ માધવરાવ પેશ્વાને સમજાવી સરદારાનો પોશાક ઇ. સ. ૧૭૬૦ માં માધજીને અપાવ્યો. માધજીને લોકો “પાટીલબાવા” એ નામથી ઓળખતા હતા. પાણીપતની લડાઈમાંથી આ માધજી નાઠા હતા તે વેળા એક પઠાણે તેમની પછાડી પડી બંદુકની ગોળી મારી હતી તેથી માધજી તે વખતથી લંગડા થયા હતા. ત્યાંથી તેમને એક પખાલી સાચવીને લાવ્યો હતો. જે વખત પેશ્વાના ભાઈ રધુનાથરાપે માનાજી ફાંકડેનો પક્ષ કયો હતો, તે વેળા માધજી રીસાઇને અહમદનગર પાસે રાય મેહ નામે ગામ છે ત્યાં જતા હહ્યા હતા. એ . કાણે મનસુરશાહ નામનો ફકીર રહેતો હતો તેની તેમણે સેવા કીધી હતી, તેથી જ્યારે તેમને સિંધિઆની સરદારીનો પોશાક મળ્યો ત્યારે જાણે તે ફકીરના આશિર્વાદથી મળ્યો હોય તેમ સમજી તેને જાગીર આપી, તેમજ પેલા પખાલીને પણ જાગીર આપી હતી.
ઉત્તર હિંદુસ્થાનમાં મરેઠાઓએ જે મુલક મેળવ્યો હતો તે ઈ. સ. ૧૬૧ ની પાણીપતની લડાઈ વખત જતો રહ્યો હતો, તેથી માધવરાવ સિંધિઓ, તુકાળ હેલકર, વિશાળ કૃષ્ણ બનાયાસે અને રામચંદ્ર ગણેશ કાનડે એમણે મળી ફરીથી દેશ જીતવા માટે સ્વારી કરી અને કેટલાએક મુલક મેળવ્યો. આ વેળા એટલે ઈ. સ. ૧૧ માં દિલ્હીનો પાદશાહ શાહઆલમ કંપની સરકાર તરફથી નમક ખાઈને બેસી રહેતો હતો તેને આ સરદારોએ તા. ૨૫ મી ડીસેમ્બરના રોજ ફેર દિલ્હીના તw ઉપર બેસાડ્યો.
ઈસ. ૧૭૭૨ માં માધવરાવ પેશ્વા મરણ પામ્યો, તે ખબર મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com