________________
(૩૨) સનદ પદશાહ પાસે કરાવી લીધી. આ વખત પાદશાહ અને મરેઠા (પેશ્વા) વચ્ચે જે કરાર થયા તેમાં પાદશાહ તરફથી ખાત્રીદાર જ્યપુરના રાજા જયસિહજી અને પેશ્વા તરફથી ખાત્રીદાર રાણજી સિંધિઓ થયા હતા. આ વખત મરેઠી લશ્કરમાં રાજ સિંધિઓ અને મહાવરાવ હેલકર એ બે જોરાવર સરદાસે હતા.
રાજ સિંધિઓ ઈ. સ. ૧૭૫૦માં માળવા પ્રાંતના સુભલપુર, મઉર, અને રાણીગંજ એ જગાની વચ્ચે મરણ પામ્યા. તેમની રાણી - નાબાઈથી થએલા યાજી, દતાજી, અને જોઈતાજી, એ ત્રણ પુત્ર હતા. તથા એક રજપુત રાણી ચીમાબાઈને માધવજી તથા તુકાળ એ નામના બે પુત્ર હતા. રાણજી સિંધિઆની પછી જ્યારાવ સરદાર થયા. આ વખત મરેઠી રાજ્યના અંગે માં વરાડમાં રાધાજી ભૌશલાનું રાજ્ય, ધામાં આનંદરાવ પવારનું, વડોદરામાં દામાજીરાવ ગાયકવાડનું, માળવાના દક્ષિણ ભાગમાં મહાવરાવ હલકરનું, માળવાના ઇશાન કોણના ભાગમાં ન્યાજીરાવ સિંધિઆનું, અકલકોટમાં ફતેહસિંહ ભાંસલાનું, કોલ્હાપુરમાં શાહુરાજાના પીત્રાઈ ભાઈ સંભાજીનું અને છેક દક્ષિણમાં તંજાવરમાં સિવાછના ભાઈના વંશનું એ પ્રમાણે મરાઠી રાજ્ય હતાં. આ બધાં રાજ્યોવાળા પોત પોતાની જમીનને પેટે ફોજ રાખતા, તથા પેશ્વાના હુકમમાં રહેતા હતા; પરંતુ કોલ્હાપુર અને તજાવરના રાજાએ પોતે સતારાના મહારાજાના કુટુંબી હોવાથી તે પેશ્વાથી સ્વતંત્ર હતા.
રોહીલખંડમાં શહીલા લોકોએ બંડ કર્યું, તે લોકોનો નાશ કરવા માટે દિલ્હીના વજીરે જયાજીરાવ સિંધિઓ, મહાવરાવ હલકર અને ભરતપુરના જાટરાજા સુરજમલ, એ ત્રણ સરદારોને બોલાવ્યા. તેમણે ત્યાં જઈ બંડખોરોને હરાવી બંડ બેસાડી દીધું. અને હલખંડનો મુલક તાણે કરી લીધો. આ વખતે તેમણે ત્રણે જણાએ તે મુલકની વહેંચણ કરી લીધી. માળવાનો મુલક પેશ્વા બાલાજી (બીજા) એ મરેઠી સરદારોને ઈ. સ. ૧૭૫માં વહેંચી આપો તેમાં સિંધિઆને ભાગ ૩૭૦૦૦૦૦૦ (સીતેરલાખ)નો મુલક આવ્યો હતો.
- ઈ. સ. ૧૭૫૯માં મારવાડની ગાદીના હકબાબત વિજ્યસિંહ અને રામસિંહ વચ્ચે લડાઈ ઉઠી. રામસિંહે પેશ્વાની મદદ માગવાથી જયાજીરાવ સિંધિ આ ફોજ લઈને તે તરફ ગયા. જયાજીરાવ નાગોરની પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com