________________
(૬૯) ઉપર થઈને દક્ષિણમાં ગએલો છે. તે ભાગ લબો પણ સાંકો થો છે. વિધ્યાદ્રિ પર્વતની ઉત્તરે એ ભાગને જે ઉત્તાર છે તે ઉત્તર તથા ઈશાન કોણ તરફનો છે. નદીઓ –દક્ષિણ તરફના મુલકમાં નર્મદા અને તાપી
એ બે નદીઓ મુખ્ય છે. તે પૂર્વ તરફથી આવી પશ્ચિમ તરફ જાય છે. ચંબલ નદી, આ રાજ્યની વાવ્યકોણ તથા ઉત્તર દીશા અને ઈશાન કોણની સરહદ ઉપર વહે છે. તેને ક્ષિપ્રા છોટીકાળી, સિંધ અને પાર્વતી વગેરે નદીઓ મળે છે. એ બધી ભેગી થઈ ચંબલ નામથી આ રાજ્યની હદ છેડ્યા પછી ૨૦ માઈલ ઉપર જમના નદીને મળે છે. ઉપર બતાવેલી સિંધ નદીને કોહારી, આશાન, સંખ અને બીજી કેટલીએક નદીઓ મળે છે. જમીન તથા નિપજ-માળવા પ્રાંત બહુ રસાળ અને આબાદ છે. અને તેમાં અફીણ, ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ, કઠોળ, તલ, દિવેલી, શેરડી, કપાસ, તમાકુ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. અફીણને માટે ખસખસના છેડની રોપણી કરવામાં આવે છે. વેપારમાં અફીણ, કપાસ, ઘઉ અને રંગ ચઢાવવાની જણ વગરે પરદેશ ખાતે મોકલવામાં આવે છે. જનાવર–વાઘ, દીપડાં, રીંછ, વરૂ, વગડાઉ કુત્રા, શિઆળવાં, શિઆળ, હરણ, ભ, બળદ, વાંદરાં, સસલાં વગેરે છે. પરિક્ષમાં ગીધ પક્ષી, ગરૂડ સમડીઓ, કાગડા, પોપટ વગેરે છે. નદીઓમાં મગર અને માછલાં ધ
ણાં હોય છે. સાપની ઘણી જાતે છે. લોક-હિંદુ અને મુસલમાન છે. હિંદમાં રજપુત, મરાઠા, બુદેલા, જાટ અને બીજી ઘણી જાતના લોકછે. ભરઠા મુખ્યત્વે કરીને લશ્કરમાં તથા દક્ષિણ ભાગમાં વસે છે. આખી વસ્તીનો વીસમા ભાગ મુસલમાનોનો છે. વિશેષ વસ્તી રજપુતોની છે. રેલવે–ખંડવાથી દોર વચ્ચે હોલકર સરકારની રેલવે અને એક તરફ
ગ્વાલિબથી આગ્રા સુધીની રેલવે; તેમજ બીજી તરફ નીમચ સુધી સિંધિઓ સરકારની રેલવે છે. એ રેલવે લાઈનો આ રાજ્યના કેટલાક ભાગમાં થઈને જાય છે.
મુખ્ય શહેર–ગ્વાલીઅર એ આ રાજ્યના છેક ઉત્તર ભાગમાં આગ્રાથી દક્ષિણમાં ૨૫ માઈલ ઉપર આવેલું રેલવે સ્ટેશનવાળું શહેર છે. રાજકર્તા મહારાજા સિંધિઆ સરકારની રાજધાની ગ્વાલીઅરના કિલ્લા નીચે લશ્કર નામની છાવણીમાં છે. વાલિ અરથી થોડે દર ઈગ્રેજી છાવણી છે તેમાં રેસીડેન્ટ તથા અંગ્રેજી લશ્કર રહે છે. ઉજણ એ નામનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com