________________
મધ્યહિંદ એજન્સી.
વાલીઅર. આ દેશ ગ્વાલીઅર અથવા “સિંધિઓનું રાજ્ય” એ નામથી ઓળખાય છે અને તેના રાજકી મરેઠા જાતના કણબી છે તથા તે “સિંધિ મહારાજા” એવી પદ્ધિથી ઓળખાય છે. સીમા-આ રાજ્યના મુલકની આકૃતિ વાંકી ચુકી છે તેમાં મુગલાઈ કારકિર્દીમાંના આગ્રા સુબામાને થોડો ભાગ, માળવા સુબામાને ઘણે ભાગ અને દક્ષિણ પ્રાંતમાને છે કે ભાગ આવેલો છે. આ પ્રાંતમાં જે મુખ્ય ભાગ છે તેની સીમા નીચે પ્રમાણે છે–ઈશાન કોણ તરફ ચંબલ નદી તથા તેની પેલીમિર એતાવા અને આગ્રા જીલ્લા, પૂર્વે બુદેલખંડ, સાગર પ્રાંત અને નર્મદા નદીના કાંઠાને પ્રાંત, દક્ષિણે ભોપાળ અને ધારના રાજાનો મુલક, પશ્ચિમે રાજગઢ, ઝાલાવાડ તથા કોટાનાં રાજ્ય અને વાવ્ય કોણમાં ચંબલ નદી તથા તેની પેલીમેર લપુર સંસ્થાન તથા રાજપૂસ્થાનને બીજો મુલક આવેલો છે.
આ રાજ્યને વિસ્તાર રહ૦૪૬ ચોરસ માઈલ જમીન જેટલો છે. અને તેમાં ૧૦૩૪૬ ગામ તથા શહેર મળીને છે. વસ્તી આશરે ૩૧૦૦૦૦૦ (એકત્રીસલાખ) માણસની છે તેમાં ૨૭૭૦૦૦૦ હિંદુ ૧૧૦૦૦૦ મુસલમાન ૧૨૦૦૦ જન ધર્મના લોક, ૧૯૭૦૦૦ અસલી જાતના લોકો અને બીજા પરચુરણ લોકની વસ્તી છે. વાર્ષિક ઉપજ–૧૨૦૦૦૦૦૦ (એક કરોડ વીસ લાખ)ને આશરે થાય છે.
દેશનુ સ્વરૂપ—ઉપર જે મુખ્ય ભાગ બતાવ્યો તેની ઈશાન કોણને છેવા ભાગ માલરાન છે. અને ત્યાંની જમીન ઉતરતા પ્રતની છે. વાલીઅર શહેરની આસપાસ કેટલાક માઈલ સુધીને ભાગ ઉચો નીચે
અને તેમાં છુટક છુટક ગરીઓ છે, જેમાંની એક ગરી ઉપર ગ્યાલીઅરનો કિલ્લો બાંધેલો છે. વચલો ભાગ જે માળવા તે સપાટ અને કળ૮૫ છે. એ ભાગની ઉચાઈ સમુદ્ર સપાટીથી ૪૫૦૦ ફુટ સુધીની છે. આ રાજ્યના મુલકનો એક ભાગ વિધ્યાત્રિ અને સાતપુડાના પહાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com