________________
પ્રાચીન શહેર ક્ષીપ્રા નદીને કિનારે છે અને તેમાં પરખ ભંજન વિક્રમ રાજાની રાજધાની હતી. આ શહેર એક રેલવે સ્ટેશન છે. વાલીબરના રાજ્યમાં મોટો સરસુબો ઉજણ છે. બરાનપુર–એ મુસલમાનોની વસ્તીવાળુ શહેર દક્ષિણ ભાગમાં જી. આઈ. પી. રેલવે ઉપર એક સ્ટેશન છે. આ શહેરમાં શેલાં, પાઘડીઓ, કુટા સાળ, કસબી તથા રેસમી બુટાદાર કાપડ અને મલમલ વગેર કારીગરીની જશે સારી બને છે. ચંદેરીએ શહેર માળવાના ઈશાન કોણના ભાગમાં છે. તેમાં છણ તથા ઉત્તમ કારીગરીથી સુતરાઉ કાપડ બને છે, અને તે ચદેરી કાપડને નામે ઓળખાય છે. પાધડીઓ, ટોપટા વગેરે સારાં થાય છે. આ સિવાય આ છેશમાં જાડું કાપડ, ગલીચા, શેત્રજીઓ વગરે દેશના દરેક ભાગમાં થાય છે. આ સિવાય બીજા મોટાં શહેર રતનગઢ, રાનેર, ભેલસાભિંડ અને હંડીઓ વગેરે પ્રસિદ્ધ શહેશે છે. આ રાજ્યનું પોસ્ટ ખાતુ મહારાજા તરફથી ઈલાયકુ ચાલતું હતું પરંતુ સને ૧૮૮૫ ની સાલથી ઈગ્રેજસરકારે પોતાને હવાલે કરી લીધું છે. દત્તકની સનદ–આ રાજ્યને માટે જે રાજકર્તા મહારાજા બીન ફરજંદ મરણ પામે તો વગર નજરાણાં આપે હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ નામદાર બ્રિટિશ સરકાર તરફથી મળેલી છે. વળી પાદશાહી વાવટો સને ૧૮૭૦ની સાલમાં નામદાર મહારાણી વિકટોરીઆ તરફથી મળેલો છે. | ઈતિહાસ—આ રાજ્ય ગ્વાલીઅર અથવા સિંધિઓનું રાજ્ય એ નામથી ઓળખાય છે અને તેના રાજકર્તા મહારાજા જાતે મરેઠા છે.
આ રાજ્યની સ્થાપના કરનાર રાણેસિધિઓ થયા. રાણોજીના વડીલ સિંધિ' નામના હતા. તથા તે સતારા જીલ્લામાં કનેરખેડ નામના ગામમાં રહેતા હતા અને તે એ ગામની પટલાઈ કરતા હતા. રાજીના વડીલો બેદરના પાદશાહ પાસે લશ્કરી નોકરી કરતા હતા. પરંતુ રાણોબને તે નોકરી મળી નહિ તેથી તેમના ઘરમાં ગરીબાઈએ વાસ કીધો હતો. આવા વખતમાં તે ઈ. સ. ૧૧૪ માં સવારે ગયો અને ત્યાંના મઠા મહારાજ શાહના પ્રધાન બાલાજી વિશ્વનાથ પેશ્વાના તાબામાં નાની
• કોલ્હાપુરના રાજા સાથે લડવામાં બાલાજીવિશ્વનાથે સતારાના શાહ રાજાની સારી નોકરી બજાવેલી તેથી તેને પેશ્વા” એવી પદ્ધિ મળી હતી. પેશ્વા એ શબ્દનો અર્થ પ્રધાન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com