________________
(૫૮ ) ઈ. સ. ૧૭૮૧માં લોર્ડ કોર્નવાલીસે ટીપુ ઉપર ચડાઈ કરી. તે મહિસુરમાં પેઠો અને બેંગલોર ગયો. ટીપુ તે શહેર બચાવવાને તેની સામિ થયો, પણ તેમાં તે હા, હાર્ડ કોર્નવાલીસે બેંગલોર લઈ લીધું. અહીંથી તે શ્રીરંગપટ્ટણુ ભણી ચાલ્યો રસ્તામાં અરીકરાના મેદાનમાં લડાઈ થઈ તેમાં ટીપુ હાર્યો. ઈ. સ. ૧૭૯૨માં કાનેવાલી સેનિજામ અને મરેઠાની મદદથી ફરીથી ટીપુની રાજધાની ઉપર ચડાઈ કરી. આમાં ટીપુનું કંઈ નહિ ફાવવાથી તેણે સલાહનું કહેણ મોકલ્યું. આ સલાહથી ટીપુએ પોતાનો અડ અડધ મુલક અને વિગ્રહના ખરચ માટે ત્રણકરોડ ત્રીસ લાખ રૂપીઆ આપવા અને તેના બે કુંવરને ઈગ્રેજી છાવણીમાં રે ખવા કબુલ કર્યું.
આથી સંતોષ નહિ પામતાં ટીપુએ ઈગ્રેજી રાજ્ય જીતવાને અને તમને હિંદુસ્થાનમાંથી હાંકી કહાડવાને ફ્રેન્ચ અને અફગાનિસ્તાનના પાદશાહની મદદ માગી. આથી ઈ. સ. ૧૭૮૯માં વેલોરથી જનરલ હારીશની સરદારી નીચે એક અંગ્રેજી સૈન્ય તેના રાજ્ય ઉપર મોકલવામાં આવ્યું. સદાસીર અને માલવેલી આગળ ભારે યુદ્ધ થયાં, તેમાં ટીપુ હોયે; તેથી તે દેશ ઉજડ કરતો પોતાની રાજધાનીમાં ગયો. ત્યાં તેને જનરલ હારીસે ઘેરી લીધો, અહીં ભારે યુદ્ધ થયું તેમાં ટીપુ તા. ૪ સને ૧૭૯૯ના રોજ કિલ્લાનો બહાદુરીથી બચાવ કરતાં મરણ પામ્યો.
આ લડાઈનો છેડો આવ્યો તે વખતે જે મુલક છતાયો હતો તે નિજામ અને ઇગ્રેજ સરકારે વહેચી લી. પેશ્વાને જે મુલક આપવામાં આવ્યું તે પેશ્વાએ નહિ લીધાથી અંગ્રેજ અને નિજામે વહેંચી લી. આ મુલકમાં મોટો ભાગ, જેની ઉપજ ૧૩૭૪૦૦૦ પેગોડાની હતી તે કૃષ્ણરાજ વાડીઅર, જે જ્યારે શ્રીરંગપટ્ટણને કબજે લેવામાં આવ્યો ત્યારે એક નાના ઝુંપડામાંથી માલમ પડ્યો હતો તેને સોંપવામાં આવ્યો. ટીપુનું રાજ્ય જીતી લીધા પછી તેના વારસો જેમને છાવણીમાં રાખવામાં આવ્યા હતા તેમને પ્રથમ વેલાર અને પછીથી કલકને મોકલી દીધા.
જ્યારે લાડ વેલેસ્લીએ તેના કુંવર કૃણરાજ વાડીઅરને એક નાના ઝુંપડામાં તેની મા તથા સગાં વહાલાં સુધાં જોયો ત્યારે તે છ વરસનો હતો.
• પેગોડાશની કીમત લગભગ ર રૂપીઆ જેટલી છે. * અહિં તેને ટીપુ સુલતાને રહેવા મોકલ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com