________________
(૫૭) નાના ઝુંપડામાં રહેવા મોકલ્યાં. ટીપુ સુલતાન તેના બાપની પકે હિંદુસ્થાનમાં રાજ કરતા દેશી રાજાઓમાં સર્વથી જોરાવર હતો. તે જ્યારે ૧૭ વરસની ઉમરનો હતો ત્યારે તેણે મદ્રાસની આસપાસનાં કેટલાંક ગામડાં લૂટયાં, અને આખરે અંગ્રેજ, નિજામ અને મરેઠા સામે લડાઈ કરી. મુંબાઈથી અંગ્રેજી ફોજ આવી હતી તેની સામે લડવાને ટીપુ સુલતાન ગશે તો પણ તે ફોજે બેદનુર નગર જીતી લીધું. અહીંથી એક મોટું લશ્કર લઈને તે માંગલોર ગે. ત્યાં તેને કલ કેમ્પબેલ સાથે લડાઈ થઈ પણ તેમાં તેનું કંઈ વળ્યું નહિ. આખરે બંને વચ્ચે સલાહ થઈ. બીજા એક અંગ્રેજી લશ્કરે કોઈમ્બતુર અને બીજા કેટલાંક શહેર છતી, રાજધાની ઉપર હુમલો કરવા ઠરાવ કર્યો, પણ એટલામાં મદ્રાસ સરકારે ઈગ્રેજ નામને એબ લગાડે એવી સલાહ કરી.
ઈ. સ. ૧૮રમાં હેદરે કુપ્રાંત જીતી લીધું હતું, પણ ત્યાંના લોક પછીથી સ્વતંત્ર થઈ ગયા હતા. ટીપુએ એક મોટી ફોજ લઈ તેમનાપર ચડાઈ કરી. તે વખતે તેઓ તાબે થયા; પણ પછીથી ત્યાં ટીપુએ જે હાકેમને મુક્યો હતો, તેણે કોઈ સ્ત્રીની લાજ લેવાથી ત્યાંના લકોએ બળવો કર્યો, આથી ટીપુએ એક મોટી ફોજ એકલી તે દેશ ઉજડ કર્યો, અને ઘણાખરાને વટલાવી મુસલમાન કર્યા.
ટીપુ ઘણે અહંકારી હતો. તેને અહંકાર ઉતારવાને નિજામ અને પેશ્વાએ સલાહ કરી, ઈ. સ. ૧૭૮૬માં તેના મુલક ઉપર ચડાઈ કરી. ટીપુએ તેમને પાછા હઠાવ્યા, ને આખરે તેમની વચ્ચે સલાહ થઈ. આ સલાહથી ટીપુએ ૫ લાખ રૂપીઆ તુરત અને ૧૫ લાખ રૂપીઆ ૫છીથી આપવાને અને બીજે કેટલાક મુલક આપવાનું કબૂલ કર્યું. આ પછી ટીપુએ ત્રાવણકરનું રાજ્ય છતવાને ઠરાવ કર્યો. ઈ. સ. ૧૭૮માં તેણે તે રાજ્ય ઉપર ચડાઈ કરી, પણ તેમાં તે હાર્યો અને ભારે નુકશાન વેઠી પાછુ ફરવું પડયું. ફરીથી ચડાઈ કરવાને ટીપુએ તૈયારી કરવા માંડી. ત્રાવણકોરનો રાજા ઈગ્રેજનો દોસ્ત હતો તેથી અંગ્રેજ સરકારે નિજામ અને પેશ્વાની મદદથી ટીપુના રાજ્ય ઉપર સ્વારી કરવા ઠરાવ કર્યો. કર્નલ મોમના હાથ નીચે એક અંગ્રેજી લશ્કરે કોઈમ્બતુર ભણી હો કર્યો. આ લશ્કરે ઘણાક ગઢ છતી મહિસર ઉપર ચઢાઈ કરી, તેમાં ટીપુ સામ થયો પણ તેને પાછુ હઠાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com