________________
(૫) કરી તે જીતી લીધું. નિજાને હૈદરની વગને લીધે અંગ્રેજ સરકાર સાથે દેતી હતી તે તોડીને હૈદરની સાથે મળી જઈ કર્નાટક ઉપર ચડાઈ કરી. પણ તેમાં તેનું લશ્કર હાર્યું, અને ઈ. સ. ૧૭૬૮ ની સલાહથી નિજામ હિંદરને છોડી અંગ્રેજની તરફેણમાં ગયો.
બીજે વર્ષે એટલે ઈ. સ. ૧૭૬૮ માં હૈદરે મદ્રાસ ઉપર ચડાઈ કરી; પણ દર શહેરમાં લુંટ કરશે એવી બીકથી અંગ્રેજોએ સલાહ કરી. ઈ. સ. ૧૭૭૦ માં માધવરાવ પેશ્વાએ મહિસુર ઉપર સ્વારી કરી. આ વખતે ઈ. સ. ૧૭૬૮ ના એપ્રીલ માસની તા. ૩ ની સલાહના કરાર મુજબ હૈદરે મરાઠા સામે લડાઈ કરવાને અંગ્રેજોની મદદ માગી; પણ તેમણે તેની ના પાડી. પંદરે પોતાના દીકરા ટીપુને મરેઠી સેનાને માટે મહારાષ્ટ્રમાંથી ખોરાક આવતો હતો, તે અટકાવવાને બદનુરને સીમાડે રાખ્યો હતો. ઈ. સ. ૧૭૭૧ ના ફેબ્રુઆરી માસમાં મરેઠી ફોજે હૈદરને પકડ્યો અને ઉંદરની ફોજનો નાશ કર્યો. હૈદરે નાશી જવાને ઘણા ઉપાય કર્યા તે સઘળામાં તે નિષ્ફળ ગયો. આખરે તેણે શરમ ભરેલી રીતે સલાહ કરી. આ સલાહથી હૈદરને મહિસુરના રાજ્યનાં ૧૩ પ્રગણું અને ૨૨૫૦૦૦૦૦ (પચીસ લાખ) આપવાને જરૂર પડી. પણ આખરે જ્યારે પુનાના દરબારમાં ગરબડાટ ચાલતો હતો ત્યારે મરેઠાઓએ જે મુલક તેની પાસેથી લઈ લીધો હતો તે પાછો મળવ્યો.
ઈગ્રેજોએ મરેઠા સામેની લડાઈમાં હૈદરને મદદ કરી નહોતી તેથી તે મોટું લશ્કર એકઠું કરી કર્નાટકમાં ઘુસ્યો અને અંગ્રેજોને ઘણી હાની પહોચાડી. ઈ. સ. ૧૭૮૨ માં ટીપુએ એક અંગ્રેજી લશ્કરને હરાવ્યું. પંદર ૨૦ વરસની ઉમરે ઈ. સ. ૧૭૮૨ ના ડિસેમ્બરની તા. ૭ મીએ મરણ પામ્યો. જ્યારે હૈદર મરણ પામ્યો ત્યારે ટીપુ મલબાર કાંઠે મુબાઈની ઈગ્રેજી ફોજ સામે લડવાને ગયો હતો. ટીપુસાહેબને પોતાના બાપના મરણની ખબર મળી કે તરતજ તે પાછો વળ્યો અને તેણે રાજ્યનો કબજે લી. ચામરાજ જે નામને રાજા હતો તે ઈ. સ. ૧૭૯૫ માં મરણ પામ્યો. આ વખતે તેનો છોકરો ફક્ત એક વર્ષનો હતો તે પણ ટીપુસુલતાને તેનો મહેલ લૂટ. વળી તેણે કુવરનાં, તેની માનાં અને તેનાં સગાંવહાલાંનાં ઘરેણાં લૂંટી લીધાં, અને પછીથી તેમને પરેશના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com