________________
( ) કારીગરીની જણસે–સુતરાઉ કાપડ, ઉનનું જાડું કાપડ, ગલીચા, સેતરંજીઓ, અને રેસમી કાપડ થાય છે. વેપાર ઘણું કરીને વણઝારા લોકથી ચાલે છે તે લોક પોઠીઓ ઉપર માલ ભરીને ઠેકાણે ઠેકાણે વેચવા લઈ જાય છે.
લોક-મુખ્યત્વે કરીને હિંદુ અને થોડા મુસલમાન છે. તેમાંના ઘણુંખરા પહાડી અને બળવાન છે. ભાષા મુખ્યત્વે કરીને કાનડી છે.
રેલવેમહિસુરથી ઈશાન ખૂણામાં બાંગર અને બાંગલોરથી પૂર્વમાં આ દેશના પૂર્વ ભાગની બહાર છેડે છે. મદ્રાશ જવાની રેલવે લાઈન છે ત્યાં સુધી છે.
મુખ્ય શહેરો-મહિસુર એ આ દેશની રાજગાદીનું મુખ્ય શહેર છે તેમાં રાજકર્તા મહારાજા રહે છે. આ શહેરમાં રેલવે સ્ટેશન, સરકારો તાઓફીસ, પોસ્ટ ઓફીસ અને વિદ્યાલયોનાં મોટાં મોટાં સ્થળ છે. મહિસરથી ઉત્તરમાં ૧૨ માઈલને છે. કાવેરી નદી ઉપર શ્રીરંગપટ્ટણ છે તેમાં પ્રથમ હૈદર અને ટીપુ સુલતાનની રાજ્યગાદી હતી. તેમના વખતના કિલ્લા બહુ મજબુત અને રળી આમણ છે. બાંગલોર એ રાજ્યના ઘણું કરીને પુર્વ ભાગમાં છે, અને તેમાં આ દેશને ચીફ કમીશનર એ હેદાનો એક યુરોપિયન અમલદાર તથા કેટલુંક અંગ્રેજ લશ્કર રહે છે. સિવાય બેદનુર, ચિત્ર દુર્ગ, હાંસોટ, નંદી દુર્ગ, કોલા અને હરિહર એ મોટાં શહેશે છે. આ રાજ્યનું પોસ્ટ ખાતું મહારાજા તરફથી ઈલાયદુ ચાલે છે.
ઈતિહાસ-આ દેશના રાજકર્તા મહારાજા કહેવાય છે અને તેઓ યદુ જાતના રજપૂત છે. તેમના વડીલે ઘણું પ્રાચીનકાળથી આ દેશમાં રાજ્ય કરતા આવ્યા છે. અસલના વખતમાં મહિસરના મુલજ્જર સુગ્રીવનો અમલ હતું. તેના સરદાર હનુમાને રામને, લંકાના રાજા રાવણની સામેની લડાઈમાં મદદ કરી હતી. ઈ. સ. પહેલાં ત્રીજા સૈકામાં આ દેશમાં બુદ્ધ ધર્મના લોક આવ્યા. જેનધર્તના લોકોએ આ દેશ ઉપર ઘણાં વર્ષ સુધી રાજ્ય કર્યું. તેમનાં દેવળે અને બીજા યાદગીરીના દાખલા હજુ મળી આવે છે.
અગાઉના વખતમાં મહિસરના ઉત્તર ભાગમાં કડખા વંશના રોજા રાજ્ય કરતા હતા. તેમની રાજધાની બનાવાસી નગરમાં હતી. તેઓએ ૧૪ માં સિકા સુધી રાજ્ય કર્યું, પણ પછીથી ચાલુક્ય વંશના રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com