________________
'
( ૪૮ )
મળે છે. આ નદીને આ દેશની લક્ષ્મણતિર્થ અને કુબાની એ નદીઓ મળે છે તેમજ વાવ્યકોણ તરફથી હીમવતી અને ઉત્તર તરફથી સીંગા અને અકૅવટી એ નામની નદીઓ આવીને મળે છે. શીરવતી નામની નદી આ દેશ પસાર કરી પશ્ચિમ તરફ જઈને હિંદીમહાસાગરને મળે છે. તુંગ અને ભદ્રા એ નામની બે નદીઓ વાવ્યકોણ તરફના ભાગમાંથી નીકળી હલાહોનુરની પાસે ભેગી થઈ ત્યાંથી તુંગભદ્રા નામ ધારણ કરી ઇશાન કોણ તરફ જઈ આ દેશ છોડ્યા પછી કૃષ્ણા નદીને મળે છે. આ તુંગભદ્રાને હુગરી (વેદવતી) નદી પણ મળે છે. પનાર નદી આ દેશ પસાર કરી ઉત્તર તરફ જઈ ત્યાંથી પૂર્વમાં બંગાળના ઉપસાગરને મળે છે. આ સિવાય બીજી ઘણી નાની નદીઓ છે. - હવે પાણું–મહિર દેશ સમુદ્રથી ઉચાપર હોવાને લીધે હવા ઠંડી અને સુખદાયક છે. તાપમાં ફેરફાર ઘણે થાય છે. વરસાદ બે મિસમમાં પડે છે. તેથી હવા ભીનાશવાળી હોય છે. નરત્યકોણ તરફથી વરસાદ પડે છે તે ઘણે અને ઈશાન કોણ તરફનો થોડે હવછે. એપ્રીલ તથા મે માસમાં કોઈ કોઈ વખત મોટા મોટા કરા પડે છે. હવા સારી છે તો પણ અનેક પ્રકારના રોગ થાય છે.
જમીન તથા નિપજ–જમીન રસાળ છે તેથી પાક સારો ઉતરે છે. તેમાં મુખ્યત્વે કરીને ઉત્તમ જાતની ડાંગર વિશેષ થાય છે. આ સિવાય બાજરી, મકાઈ, ઘણુ, નાગલી, કઠોળ, તલ, દીવેલી, વગરે તેમજ શેડીમાંથી ખાંડ થાય છે સિવાય કશું બો, બુંદ, તમાકુ, સાચોખા (સાબુચોખા) અને કપાસ વિગરે પણ થાય છે. વાડીઓમાં ફળ ફળાદિ અને શાક ભાજી થાય છે. જંગલમાં સાગ અને ચંદન (સુખડ) વગેરેનાં ઈમારતી તથા સીસમ વગેરેના બીજાં ઝાડો થાય છે. સોપારી નાળિએર અને તેજનાનાં ઝાડ પણ થાય છે.
જનાવર–આ દેશના જંગલોમાં હાથી, વાઘ, ચિત્રા, ઘોડા, અને બીજ અનેક પ્રકારનાં જનાવર હોય છે. આ સિવાય ઘણી જાતનાં હરણ
અને વાંદરાં થાય છે. વનકુતરા (દીપડાં) થાય છે તે ટોળાબંધ થઇને શિકાત્મ માટે નીકળી પડે છે. તેઓ હાથી સિવાય બીજાં ઘણાંખાં જાનવ
ના પ્રાણ લે છે. આ દેશમાં ગાય અને બળદ થોડા હોય છે, પણ બકરાં અને ઘેટાં પુષ્કળ હોયછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com