________________
ઓએ તેમનો મુલક જીતી લઈ તેમને ખંડીઆ કર્યા.
કાંગુ અથવા ગંગાશ જેઓ મહિસરના દક્ષિણ ભાગમાં રાજ કરતા હતા તેમની રાજધાની પહેલ વહેલાં કારમાં હતી, પણ પછીથી તેઓએ પોતાની રાજધાની કાવેરી નદી પરના તાલકંદ નગરમાં કરી. આ વંશનો ૯ મા સેકામાં કોલ્લા લોકોએ નાશ કર્યો. આ વંશના કેટલાક લેખો મળી આવ્યા છે તે પરથી જણાય છે કે તેઓ જૈનધર્મ પાળતા હતા. આ શિવાય પલવાસ લોકોના તાબામાં મહિસરની પુર્વ તરફનો મુલક હતો. ઈ. સ. ના ૭ના સિકામાં ચાલુક્ય રાજાઓએ તે મુલક જીતી લીધો પણ ૧૦ મા સૈકા સુધી તેઓ તેમના કટ્ટા દુશ્મન થઈ પડ્યા હતા. ચાલુકય લોક ઉત્તર તરફથી ૪થા સૈકામાં આવ્યા અને ઘણેક મુલક જીતી લીધે, જેમાંનો થોડે તેમના હાથમાં ૧૨ મા સિકા સુધી રહ્યો. આ વખતે બલાલ સરદારોએ તેમને હરાવ્યા અને તેમનો મુલક પોતાના રાજય સાથે જોડી દી.
બલાલ વંશના રાજા જિન ધર્મ પાળતા હતા અને તેઓ લડઆ હતા. તેઓએ ઈ. સ. ૧૩૧૦ સુધી દ્વારા સમુદ્ર (દ્વારકા વટીપટણ)માં રાજ્ય કર્યું. ઈ. સ. ૧૩૧૦માં દિલ્હીના પાદશાહ અલાઉદ્દીનના સરદાર મકકાફરે બલાલરાજાને કેદ પકડ્યો અને તેની રાજધાનીનું શહેર લૂટી લીધું. ૧૬ વર્ષ પછી મહમદ તઘલખે એક બીજું લશ્કર મોકલ્યું.
આ લશ્કરે દ્વાર સમુદ્રનો નાશ કીધો તો પણ તેનાં કેટલાંએક દેવળ હજુ સુધી છે.
હાઈસાલા બલાલ વંશનો નાશ થયા પછી તુંગભદ્રાપર વિજયનગરમાં એક નવા જોરાવર હિંદુ રાજા થયા. આ શહેર ઈ. સ. ૧૩૩માં હક અને બકાએ બાંધ્યું હતું. તેઓ વરં ગુલના દરબારમાં નેકર હતા. હકાએ હરીહરનો ખિતાબ ધારણ કર્યો હતો અને પોતાના વંશજને નરસિંહનો ખિતાબ આપ્યો. આ રાજાઓને અને બ્રાહ્મણી વશના મુસલમાન રાજાઓને કદી દુશ્મનાવટ હતી, અને તેથી તેમની વચ્ચે વારે વારે લડાઈઓ થતી. ઈ. સ. ૧૫૬૫માં દક્ષિણના ચાર મુસલમાન રાજાઓએ એકો કરી વિજ્યનગરના રામ રાજાપર હુમલો કરી તાલીકોસની લડાઈમાં તેને હરાવી મારી નાંખ્યો. આ પછી તેના વંશજોએ પેન અને ચંદ્રગીરીમાં કેટલાક વખત સુધી પોતાની સત્તા જારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com