________________
થોડા માઈલને છે. એક મોટું સરોવર છે તેને ર૦ માઈલને ઘેરાવો છે.
આ શહેરમાં રાજમહેલ, મસીદ, અને અંગ્રેજી છાવણીને માટે બાંધેલાં મકાનો એ મુખ્ય જગાએ છે. આમાંનારાજમહેલનો માઈલનો ઘેરાવો છે. જુમા મસીદ એક મોટું અને સુંદર મકાન છે. તેના મીનારાઘણાજ ઊંચા છે. તેની અંદરના થાંભલા ઘણા ઊંચા અને અડદી આ પથ્થરના બનાવેલા છે. હૈદ્રાબાદમાં પણ બાગ છે, તેમાં નિજામના દિવાનનો બાગ ઘણુંજ સારો છે. આ સિવાય કોલેજ અથવા (ચાર મીનારા) એ નામનું સુંદર મકાન છે. મુશીનદીથી ઉત્તરે એક મોટું બજાર છે. અને તે બેગમનું બાર એ નામથી ઓળખાય છે. ઈગ્રેજી છાવણી શહેરના આ ભાગમાં છે. આ સિવાય “બારદર' એટલે બાર દરવાજાવાળો એક મહેલ છે, તેમાં નિજામુનો દિવાન સરસાલારજંગ રહે છે.
હૈદ્રાબાદ ઈ. સ. ૧૫૮૯ માં આ રાજ્યના સ્થાપનાર સુલતાન કુલીકુતુબશાહના પાંચમા વંશજ કુતુબશાહ મહમદકુલીએ સ્થાપ્યુ હતું. મહમદકુલીએ પાણીની તંગાશને લીધે પિતાની રાજધાની ગવળકેડામાંથી, એક બીજું શહેર મુશી નદીપર વસાવી ત્યાં કરી. આ શહેર ગોવળકાંડાથી ૭ માઈલ છે. આ શહેરનું નામ તેણે પોતાની વહાલી સ્ત્રી ભાગ્યવતીના નામ પરથી ભાગ્ય નગર પાડ્યું હતું, પણ તેના મારણ પછી તેનું નામ હૈદ્રાબાદ પાડવું (હૈદરનું શહેર).
મહિસર, આ દેશ કર્નાટકનો એક ભાગ છે. તેના રાજકર્તા મહારાજાની પદ્ધિથી ઓળખાય છે અને તેઓ યદુ વંશી રજપુત છે.
સીમા–આ રાજ્યની ઉત્તરે ધારવાડ તથા બલ્લારી જીલ્લા, પૂર્વે કડપા, આર્કટ અને સેલમ છેલો, દક્ષિણે કોઈમ્બતુર તથા મલબાર જીવો અને પશ્ચિમે કાનડા જીલ્લો તથા કુનું સંસ્થાન છે.
કુર્ગ એ સંસ્થાન મહિસુરના રાજ્યની નૈરૂત્ય ખુણામાં છે. તેનું ક્ષેત્રફળ ૧૫૮૩ ચોરસ માઈલ અને વસ્તી આશરે ૧૮૦૦૦૦ માણસની છે. ભાષા કાનડી છે. આ સંસ્થાનના લોક ઘણું કરીને નાયર જાતના છે. તે લોક દેખાવડા ચહેરાના અને ઉધોગી છે. તેમનામાં એક નવાઈ જેવી રીત એ છે કે ઘણાક ભાઈઓની સ્ત્રીઓ ભેગી રહીને તેઓ સર્વભાઈઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com