________________
(૪૫). અંગે ઈ. સ. ૧૮૮૭ના એપ્રિલ માસમાં દિવાનગીરીનું રાજીનામુ આપ્યું. અને કેટલીક મુદત પછી નવાબ ખુસીરલાને દિવાન બનાવવામાં આ વ્યા. સાલારજગે દિવાનગીરી છોડી તે વખતે તેને આશરે ૨૦ લાખ રૂપીઆનું કરજ હતું, તે મિજામ સરકારે પોતાની તીજોરીમાંથી આપવા કબુલ કર્યું એટલું જ નહિ પણ દિવાનના હોદાને નિમ પગાર એટલે દર માસે ૨૭૫૦૦) ઘેર બેઠાં પેનસન આપવા કબુલ કર્યું છે.
ઈ. સ. ૧૮૮૬ની સાલમાં નામદાર મહારાણી તરફથી નામદાર નિજામ મીર મહાબુલઅલીખાનને જી. સી. એસ. આઈનો માનવ તો ખિતાબ મળ્યો છે. નામદાર નિજામ મીર મહાબુલઅલીખાનનો ખિતાબ
આ પ્રમાણે છે–સીપાહ સાલાર સફરજંગ મુજફરેઉલમુક રૂસ્તમે - રાની અરીસ્તપેઝમાન મીર મહાબુલઅલીખાન બહાદુર ફતેહજંગ નિજામ ઉદેલા, નિજામ ઉલ મુલ્ક અોફ જાહએની ગાદી અમર તપ. નામદાર નિજામ મીર મહાબુલઅલીખાન પોતે બ્રિટિશ છાવણમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૨૧ તપ ફોડી માન આપવામાં આવે છે. નિજામ સરકારની હાલ ૨૩ વરસની ઉમર છે. આ રાજ્યના લશ્કરમાં ૭૨ લડાઈની તોપ અને ૬૫૪ બીજી તપ, ૫૫૧ ગોલંદાજ, ૧૪૦૦ ધોડે સ્વાર, ૧૨૭૭૫ પાયદળ અને આ સિવાય બીજું ઘણું ઇરેગ્યુલર પાયદળ છે.
હૈદ્રાબાદ– એ રાજધાનીનું શહેર છે અને તેમાં નવાબ સાહેબ રહે. છે. આ શહેર મુશીનદી પર આવેલું છે. તે દરીઆ સપાટીથી ૧૦૦૦ ફુટ ઊંચું છે. તે મદ્રાશથી વાવ્યકોણમાં ૩૮૯ માઈલ, મુબાઈથી અગ્નિ કોણમાં ૪૪માઈલ અને કલકતથી નરત્યકોણમાં હ૬ માઈલ છે. આ શહેરમાં ૧ર૩૦૦૦ માણસની વસ્તી છે અને પરાંની વસ્તી ૨૩૧૦૦૦ માણસની છે. શહેરનો ઘેરાવો ૬ માઈલનો છે અને તેની આસપાસ પથરને કોટ છે. અહિંના લોક શૂરવીર છે અને તેમની દરેકની પાસે હથીઆર સજેલાં હોય છે. તેમાં મુખ્યત્વે કરીને લડવUઆ લોક તો હથીઆરથી સણગારેલાજ રહે છે અહિં આરબ, સિંધિ, રોહીલા, પઠાણ, મરેઠા, તુર્ક, શિખ, પારસી અને બીજી ઘણી જાતના લોક રહે છે. પશ્ચિમ તરફથી આવતાં રાજમહેલ, મસીદો અને અંગ્રેજી છાવણને માટે બાંધેધાં મકાનને લીધે શહેરનો દેખાવ સુંદર દેખાય છે. હૈદ્રાબાદથી દક્ષિણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com