________________
(૩૧) માં નિજામ અને ઇંજે વેચે સલાહ થઈ. આ સલાહમાં એમ કર્યું કે ઉપર બતાવેલા પ્રાંતો જેને મળે પણ તે બદલ ઈગ્રેજ સરકાર દર વરસે રૂપીઆ સાત લાખ નિજામને આપે અને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ આપે. એ પાંચ પ્રાંતો હાલ ઉત્તર સિરકારને નામે ઓળખાય છે. ગંતુર પ્રાંત ઈજને તાબે નહોતો કેમકે તે પદભ્રષ્ટ નિજામ સલાબતજંગને જાગીરમાં આપ્યો હતો.
મહેસૂરમાં ત્યાંના હિંદુ રાજાને ઉઠાડી મુકી, હૈદરઅલી નામના તેના નાયકે રાજ્યને બે અધિકાર ધારણ કર્યો હતો. તેને અને અંગ્રેજોને ઈ. સ. ૧૭૬૧માં લડાઈ સળગી. નિજામને નાણાં આપવાથી તે ઉંદરના પક્ષમાં થયો. આથી અંગ્રેજી લશ્કરના સરદાર કર્નલમીથને પાછુ ફરવું પવું એટલું જ નહિ પણ મહા મહા દુઃખ સહન કરી, તેને પોતાને પ્રાણ લઈ નાસવું પડ્યું. પરંતુ પછવાડેથી એક લડાઈ થઈ તેમાં હૈદર અને નિજામને નાસવું પડયું. નિજામઅલીએ ફેર ઈગ્રેજો સાથે સલાહ કરી. હવે અંગ્રેજ અને નિજામ અને સરકાર વચ્ચે સ્નેહ ચાલ્યા કર્યો. ઈ. સ. ૧૭૮૨માં સલાબતજંગ મરણ પામવાથી તેની જાગીરને સંતુર પ્રાંત આગલા કરાર પ્રમાણે અંગ્રેજોએ માગ્યો, તે તેમને નિજામાલીએ આપો.
ઈ. સ. ૧૭૯૪માં નિજામ અને મરાઠા વચ્ચે ચોથ બાબત કજીઓ થશે. બંને તરફનાં લશ્કર ખરડા પાસે ભેગાં થયાં, અને લડાઈ ચાલી, પણ એકબીજાની હારજીત નહિ થવાથી તે લશ્કર પોત પોતાને ઠેકાણે ગયાં, પરંતુ દેલતરાવ સિંધિઓની મદદ મરેઠાઓને આવી પહેચવાથી બે દિવસ સુધી ભારે લડાઈ ચાલી. મરેઠી લસ્કર ઘણું મોટું હોવાથી, અને નિજામની ચાકરીમાં ઈગ્રેજી પલટનો હતી તે લડાઈમાં નહિ આવવાથી, નિામની હાર થઈ, જેથી મરેઠાને સ્વારી ખરચ બદલ રૂપીઆ ત્રણ કરોડ રોકડા અને લતાબાદનો કિલ્લો અને પાંત્રીસ લાખને મુલક આપવો પડ્યો. અંગ્રેજી બે પલટને નિજામની ચાકરીમાં હતી, પરંતુ
જ્યારે નિજ મને મરેડા સાથે લડવાને તૈયાર થવું પડયું, ત્યારે અંગ્રેજોએ વિચાર કર્યો કે બંને સાથે આપણે દોસ્તી છે તેથી તેમના અંદર અંદરના કજીઆમાં આપણે ભાગ લેવો નહિ; તેમ ધારી પેલી બે પલટને નિજામની સાથે ગઈ નહિ. આથી નિજામને માઠું લાગ્યું અને તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com