________________
( ૨૦ ) જાય છે. એની બે શાખાઓમાંની એક બંગાઉ અને બીજી ઉમરાવતી શહેર સુધીની છે.
મુખ્ય શહેરો—હૈદ્રાબાદ એ આ દેશની રાજ ગાદીનું મુખ્ય સ્થળ છે. તે મુશીનદીના દક્ષિણ કિનારા પર છે. આ શહેર મોટું અને સુંદર બાંધણીનું છે. તેની પાસે ૬ માઈલને છે. ગોવળકાંઠાનાં જુનાં ખંડેરો છે, જે અગાઉ ગવળકાંડાના રાજ્યની રાજગાદીનું શહેર હતું. ડુંગરમાંથી કોતરી કાઢેલાં ડેરાને માટે ઈલા પ્રખ્યાત છે. ચાલુક્ય વંશના રાજાઓની રાજધાની કલ્યાણનગર બેદરની પાસે હતું એમ કહેવાય છે. હૈદ્રાબાદની પૂર્વે વરંગુલ છે, તે તેલંગણની રાજગાદીનું શહેર હતું. શિવાય સિકંદરાબાદ, ઔરંગાબાદ, જાફરાબાદ, દોલતાબાદ, જાલન, બેદર, વરંગુલ, નિમળા, નાંદેડ, ચિતુર, અને વળકાંડા વિગેરે મટાં શહેશે છે જેમાંના ગેવળકાંડામાં એક મજબૂત કિલ્લો છે. તેમાં નિજામ સરકારનો ખજાનો રહે છે. આ શહેરના હિરા ઘણા પ્રસિદ્ધ છે. હૈદ્રાબાદ પાસે એક છગ્રેજી છાવણી છે, તેમાં અંગ્રેજી લશ્કર અને રેસીડેન્ટ રહે છે. આ રાજ્યનું પોઅખાતું નિજમ સરકાર તરફથી ઈલાયદુ ચાલે છે.
રેલવેમાં એક કરોડ ત્રીસ લાખ રૂપીઆ ખરચ થયા છે. મુંબાઈથી મકાશ સુધીની જે રેલવે લાઈન છે તે ઉપરના મહમરીથી તે દુધનીના રેલવે સ્ટેશન સુધીની ૧૩૧ માઇલની લાઇન હૈદ્રાબાદના મુલકમાં છે. વળી એ લાઈન તાવાડી સ્ટેશનથી તે હૈદ્રાબાદ ઉપર થઈને વર ગુલ સુધીની એક ર૦૦ માઈલની લાઈન છે, તેનિ જામસ્ટેટ રેલવેના નામથી ઓળખાય છે. આ સિવાય તલાપુરથી ભુસાવળ વચ્ચેની જે લાઈન છે, તેનો ઘણો ભાગ આ રાજ્યના તાબાના વરાડ પ્રાંતમાં છે. એ લાઈને એ પ્રાંતનો વાર" નગાનથી તે ધમાનગાન સુધી ૧૭૧ માઈલનો ભાગ રોક્યો છે. આ બધી મળીને આ રાજ્યના મુલકમાં ૫૧૦ માઈલની રેલવે લાઈન છે.
ઇતિહાસ_હૈદ્રાબાદના રાજ ક “નિજામ”ની પથિી ઓળખાય છે. તેમના વડીલ તુર્ક જાતના મુસલમાન સરદાર ચીનકીલીખાન નામે થઈ ગયા. તેમને દિલ્હીને પાદશાહ ઔરંગજેને “અસફજાહ અથવા નિજામઉલમુશ્કના ખિતાબ સાથે દક્ષિણના સુબેદારની પદિ આપી હતી. ઈ. સ. ૧૭૦૭માં ઔરંગજેબના મરણ પછી બહાદુરશાહ, તે પછી જહાંદારશાહ અને તેના પછી ઈ. સ. ૧૭૧૩માં ફરૂખશિયર પાદશાહ થો. એ પાદશાહ થયો પણ સૈયદ હુસેન અલી અને સૈયદ અબદુલ્લા એ બે ભાઈ પોતાની મરજી પ્રમાણે રાજકારભાર કરવા લાગ્યા. એક ભાઈ મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com