________________
ઈલ ઉપર દક્ષિણ તરફથી તુંગભદ્રા આવી મળે છે, ત્યાંથી ઈશાન કોણ તરફ ૧૨૫ માઈલ સુધી ગયા પછી ઉત્તર તરફથી મુશી નદી આવી મળે છે અને ત્યાંથી ૬૦ માઈલ પૂર્વમાં ગયા પછી આ દેશ છોડી સીકોર્સ પ્રાંતમાં જાય છે; ૪ ગભદ્રા એનું મુળ મસુર દેશમાં છે. ત્યાંથી આ દેશની અગ્નિકોણ તરફની સીમા આગળ આવી ત્યાંથી ર૦૦ માઈલ સુધી આ દેશના દક્ષિણ સિમાડા ઉપર ચાલી કષ્ણા નદીને મળે છે, આ સિવાય બીજી નાની નદીઓ તથા સરોવર ઘણું છે; પાખલમાં એક મોટું સરોવર છે, તેનો ઘેરાવો ૩૦ માઈલનો છે.
હવા-આ દેશની હવા ઘણી સારી છે. ઉનાળામાં ગરમી સાધારણ હે છે. પરંતુ રાત્રે ટાઢ ઘણું અને બપોરે તાપ ઘણું પડે છે. વરસાદ ઘણું કરીને સાધારણ વસે છે. જમીન તથા નિપજ—આ દેશની જમીન ઘણું કરીને સાધારણ પાકવાળી છે. જ્યાં નેહથી પાણી પાવામાં આવેછે ત્યાં પાક ઘણો સારો થાય છે. મુખ્ય નિપજ-ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, નાગલી, તલ, દિવેલી, કઠોળ, કપાસ, ગળી અને શેરડીની થાય છે. કોઈ કોઈ ઠેકાણે તમાકુની પણ રોપણી થાય છે અને બેગીચામાં ઘણી જાતનાં ફળ, ફુલ તથા શાક ભાજી વિગેરે થાય છે
જનાવર–ગરવાળા ભાગમાં વાધ, ચીત્રા, રીંછ અને સાબર હેયછે. આ દેશના બળદ, ભેંશા, ગાયો વિગેરે ઢોર સારાં વખાણાય છે.
કારીગરીની જણસે–ઉત્તરમાં જાલના શહેરનાં રેસમી કાપડ અને મંજીરા નદી પર બેદર છે ત્યાંનાં સોના રૂપાની કારીગરીનાં તથા પીતરનાં વાસણ સારાં થાય છે.
લોક–આ દેશમાં મુસલમાન, મરેઠા, તેલંગા, અને ગાંડ જાતના લોક વસે છે. મુસલમાનો હેદ્રાબાદમાં ઘણાં છે. તેમાંના ઘણા ખરા રાજ્યની નોકરીમાં પડેલા છે. ઘણુ કરીને પશ્ચિમ ભાગમાં મરેઠા અને અગ્નિકોણના ભાગમાં તેલંગ અને ઈશાનકોણના ભાગમાં ગેડ લકની વસ્તી છે. આ દરેક લોકની ભાષા તેમની ક્ત પ્રમાણે જુદી જુદી એટલે મરેઠી, તેલંગી, કાનડી અને ગેડ ભાષા હોય છે.
રેલવે હૈદ્રાબાદથી ગલબરગા સુધીની રેલવે લાઈન છે. એ લાઈન મુંબાઈથી મદ્રાસ સુધી બાંધેલી રેલવેને ગલબરને આગળ મળે છે. વળી મુંબાઈથી નાગપુર સુધીની જે રેલવે લાઈન છે તે વરાડ પ્રાંતમાં થઇને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com