________________
(૨) સપાટીથી ૩૦૦ થી તે ૮૦૦ ફુટ સુધીની છે. દેશનો ઉત્તાર ઘણું કરીને પશ્ચિમ તરફથી તે પૂર્વ તરફ છે. આ દેશના ચાર મોટા ભાગ અથવા પ્રાંત કરવામાં આવ્યા છે. તેમાં દક્ષિણ ભાગમાં હૈદ્રાબાદ, મધ્ય ભાગમાં બેદર, વાવ્યકોણમાં ઔરંગાબાદ અને ઉત્તર ભાગમાં વરાડ પ્રાંતછે.
ન –૧ ગોદાવરી, એ નદી અહમદ નગર જીલ્લામાંથી આવી મુગી આગળ પ્રવેશ કરે છે, તથા તે આ દેશમાં થઈને પૂર્વ દિશા તરફ કુતુરા આગળ થઈ ઓઢીઆ દેશમાં જાય છે. આ નદીને પુર્ણ તથા દુધના એ બે નદીઓ ભેગી થઈને વ્યાવ્યકોણ તરફથી આવી મળે છે. વળી ત્યાંથી પૂર્વમાં ૮૫ માઈલ ગયા પછી તેને દક્ષિણ તરફથી માંજરા નામની નદી આવી મળે છે. અને ત્યાંથી અગાડી પૂર્વ તરફ જતાં ર૦૦ માઇલ ઉપર કુલેશ્વર ગામ પાસે ઉત્તર તરફથી પ્રાણહિતા નદી આવી મળે છે. ૨ વર્ધા એ નદી દેવગઢ નજીકના ડુંગરમાંથી નીકળી ગદ્રા ગામ પાસે આવી આ દેશમાં પ્રવેશ કરે છે, ત્યાંથી અગ્નિકોણ તરફ ૭૦ માઈલ ગયા પછી પશ્ચિમ તરફથી તેને પેન ગંગા નામની નદી આવી મળે છે, અને ત્યાંથી અગ્નિકોણ તરફ ૧૦ મિલ ગયા પછી તેને ઉતર તરફથી વાઇન ગંગા નામની નદી આવી મળે છે આ ઠેકાણેથી તે પ્રાણહિતા નામ ધારણ કરી ઉપર કહ્યા પ્રમાણે કુલેશ્વર આગળ ગે દેલાને મળે છે; વધી અથવા પ્રાણહિતા એ નદી આ દેશ તથા નાગપુરની સરહદ ઉપર છે; કષ્ણા એ નદી પશ્ચિમે બેલગામ જીલ્લા તરફથી આવી આ દેશમાં પ્રવેશ કરે છે ત્યાંથી ઈશાન કોણ તરફ જતાં તેને વાવ્યકોણ તરફથી ભિમા નદી આવી મળે છે ત્યાંથી અગ્નિકોણ તરફ ગયા કેડે ૮૩ મા
* વરાડ એ પ્રાંત નજામ સરકારની માલકીન છે પરંતુ ઈ.સ. ૧૮૫૩માં નિજામ સરકારે તે અંગ્રેજ સરકારને એવી સરને આપ્યો કે હૈદ્રાબાદના રાજયના રક્ષણ માટે અંગ્રેજી લશ્કર એ રાજ્યમાં રહે આ પ્રાંત હૈદ્રાબાદના રાજયનો ઉત્તર ભાગ છે. તેનું ક્ષેત્રફળ ૧૮૦૦૦ ચોરસ માઈલ જમીન અને વસ્તી આશરે ૨૫૦૦૦૦૦ (છવીસ લાખ) માણસની છે. દેકાવાદના રેસીડેન્ટની સત્તા નીચે અહિં એક અંગ્રેજ અધિકારી રહે છે,
અને તે વહિવટ કરે છે. આ પ્રાંતમાં મુખ્ય શહેર એલીચપુર છે તથા તે શિવાય ઉમરાવતી, અકોલી, શ્રી આગામ અને કરીગામ વિસરે છે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com