________________
(૨૫)
હૈદ્રાબાદ. આ રાજ્ય હૈદ્રાબાદ અથવા નિજામનું રાજ્ય એ નામથી, તેમજ રાજકર્તા નિજામના ખિતાબથી ઓળખાય છે. અને તે અફગાન જાતના પઠાણ મુસલમાન છે.
સીમા–આ રાજ્યની ચારે બાજુ ઈગ્રેજી મુલક આવી રહેલ છે. આ રાજ્યની ઉત્તરે ખાન દેશ, મધ્ય પ્રાંત ઈલાકાનો સાગર પ્રાંત અને નર્મદા કાંઠાનો મુલક; પુર્વે નાગપુર* સંસ્થાન તાબે મુલક હતો તે, દક્ષિણે ભદ્રા ઈલાકો અને પશ્ચિમે મુંબઈ ઈલાકાના નાસિક, અહમદનગર, સેલાપુર, બેલગામ અને ધારવાડ જીલ્લા છે. - આ રાજ્યને વિસ્તાર ૮૦૦૦૦ ચોરસ માઈલ જમીન અને બીરારનો જે મુલક ઈગ્રેજોને સે પેલો છે તેનું ક્ષેત્રફળ ૧૮૦૦૦ ચોરસ માઈલ છે. કુલે આ રાજ્યનું ક્ષેત્રફળ ૪૮૦૦૦ ચોરસ માઈલ છે. વસ્તી આશરે ૧૦૦ ૦૦૦ ૦૦ (એક કરોડ) અને બીશરમાં આશરે ર૦૦૦૦૦૦ (છવીસ લાખ) માણસની છે. વારશીક ઉપજ બીરારના રાજ્ય સુધાં ૪૦૦૦૦૦૦૦ (ચાર કરોડ)ને આશરે થાય છે તેમાં આશરે રૂ.૧૦૦૦૦૦૦૦
એક કરોડ) બીરારની ઉપજના છે. આ રાજ્ય ૧દરાના રાજ્ય કરતાં વિસ્તારમાં ૧૧ ગણું, વસ્તીમાં પ ધણું અને વારસીક પેદાશમાં બમણું છે.
દેશનું સ્વરૂપ-આ દેશ એક મોટું સપાટ મેદાન છે તો પણ તેમાં કોઈ કોઈ ઠેકાણે નાના નાના ડુંગરો છે. આ દેશની ઊંચાઈ સમુદ્રની
*નાગપુર એ ભાંસલા કુળના મરેઠા મહારાજાના તાબામાં હતું. ઈ. સ. ૧૮૫૩માં છેલ્લો રાજા અપુત્ર મરણ પામવાથી નાગપુરનું રાજ્ય ઈગ્રેજ સરકારે ખાલસા કર્યું. જ્યારે આ રાજ્ય ખાલસા કર્યું, ત્યારે તેની સીમા નીચે મુજબ હતી–ઉત્તરે સાગર પ્રાંત, કાર્યા નામના દેશી લોકનું સંસ્થાન, પૂર્વે ઈંગ્રેજી સંબલપુર અને ઉદેપુર તથા બંગાળા ઈલાકાની નરૂત્ય કોણનાં કેટલાંક એક સંસ્થાન; નિરૂત્ય અને પશ્ચિમે હૈદ્રાબાદનું રાજ્ય; તથા દક્ષિણે મદ્રાસ ઇલાકાના પ્રાંત. એ સંસ્થાનનું ક્ષેત્રફળ ૭૬૪૦૦ ચોરસ માઈલ જમીનનું હતું. હાલ તે ગવારનર જનરલની નીચેના એક ચીફ કમીશનરના તાબામાં છે. એ અમલદાર મધ્ય પ્રાંતોનો ચીક કમીશનર કહેવાય છે અને તેનું હેડકવાટર નાગપુરમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com