________________
(૩૦૮)
'
ની જમીન ખેડાણમાં આવતી નથી અને તેમાં ઘાશ પુષ્કળ ઉગે છે. આ સરોવરની ઉત્તર અને પૂર્વ તરફ કેટલાંક ગામ વસેલાં છે. અને ત્યાંથી ઉત્તર તરફ ઘણેક રિ પર્વતમાં મણીપુર રાજધાનીનું શહેર છે. આ તરફનો ભાગ રસાળ છે અહીં કેટલીક નદીઓ ઉત્તર તરફથી આવીને લાગાક સરોવરને મળે છે. જેમાંની મુખ્ય છરી, મકર, અને બરાક છે. જનાવર-હાથી, વાઘ, ચીરા, રીંછ, રાની બીલાડી, વાંદરાં વિગેરે છે. ખનીજ પદાર્થ–લોઢાના ગુચ્છા જડે છે. અહીં મીઠું કરવાના પાણીમાંથી બનાવામાં આવે છે.
ઈતિહાસ ઈ. સ. ૧૧૪માં મહીબા નામનો એક માણસ મણિપુરનો રાજા થયો. તેણે હિંદુધર્મ પાળી પોતાનું નામ ઘારીબનવાઝ પાડવું. ઘારીબનવાઝે બ્રહ્મદેશમાં કેટલાક હુમલા કર્યા પણ તેમાં તેનું કાંઈ ફાવ્યું નહિ. તેના મરણ પછી બ્રહ્મદેશના લોકોએ મણિપુર ઉપર હલ કર્યો. આથી મણિપુરના રાજા જઈસીંગે ઇગ્રેજોની મદદ માગી તેથી ઈ. સ. ૧૭૬રમાં તેમની વચ્ચે સલાહ થઈ. - ઈ. સ. ૧૮૨૪ માં જ્યારે બ્રહ્મદેશ સાથે લટાઈ થઈ ત્યારે ત્યાંના લોકોએ કચ્છાર, આસામ, અને મણિપુર ઉપર હુમલો કર્યો. આ વખતે મણિપુરના રાજા ગંભીરસિંગે ઈગ્રેજોની મદદ માગી અને તેમની મદદથી બ્રહ્મદેશના લેકને હરાવી હાંકી કહાડ્યા. આથી મણીપુરના રાજને કુની ખીણ મળી. ઈ. સ. ૧૮૨૬માં બ્રહ્મદેશ સાથે સલાહ થઈ અને તેથી મણિપુર સ્વતંત્ર થયું. ગંભીરસીંગ ઈ. સ. ૧૮૩૪ માં મરણ પામ્યો તે વખતે તેને કુંવર જે હાલને રાજા છે. તે ફકત ૧ વરસને હતો. તેથી તેના કાકા અને ઘારીબનવાઝના પરત્ર નારસીંગને રીટ બનાવામાં આવ્યો. ઈ. સ. ૧૮૩૪માં અંગ્રેજ સરકારે એમ ઠરાવ્યું કે કોની ખીણ બ્રહ્મદેશના રાજાને પાછી સેંપવી. આ ખીણ રાજાએ તેને પાછી આપી ને તેના બદલામાં તેને દર વરસે રૂ૩૦૦ ઈગ્રેજે આપવા કબુલ કર્યું
ઈ. સ. ૧૮૪૪ માં નારસીંહને મારી નાંખવાનો કોઈએ પ્રયત્ન કર્યો પણ તેમાં તે નિષ્ફળ થયો. આમાં રાજાની મારી છે એમ માલમ પડવાથી તે પોતાના છોકરાને લઈ કચ્છાર જતી રહી. નારસીંગે પોતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com