________________
આ રાજ્ય સ્વતંત્ર છે. રાજાનું વેણ એ રાજ્ય કાયદો છે. રાજ્યના દરેક નાના મોટા કામમાં રાજાનો મત લેવું પડે છે. અમલદારને પગાર નામનો છે. અને તેમાંના કેટલાક રાજા સાથે લગ્ન સંબંધથી જોડાએલા છે. કેટલીક જગાઓ વંશ પરંપની છે પણ તે રાજાની મંજુરી સિવાય કબુલ સખી શકાય નહિ.
ઈ. સ. ૧૮૭૧માં એક અંગ્રેજી અમલદારને ત્યાં પોલીટીકલ એજંટ નીમવામાં આવ્યો પણ તે કશા કામનો નથી એમ ધારી તે જગે. ઈ. સ. ૧૮૭૮માં કાઢી નાખવામાં આવી અને તેમની જગાએ ટીપેરાના માજીસ્ટ્રેટને એક્ષ એફીસીઓ પોલીટીકલ એજંટ નીમ્યો. અને બંગાળાના દેશી યુટીમાજીસ્ટ્રેટને અગસ્તાલમાં આસિસ્ટંટ પોલીટીકલ નીમ્યો. તેણે રાજ્યમાં ઘણા સુધારા કર્યા. ટીપેસના સજા અને અંગ્રેજ સાથે સલાહ થઈ નથી પણ રાજા ગાદીએ બેસતી વખતે નજરાણું આપે છે. હીઝનેસ મહારાજા વીર ચાંદ માણેક હાલના મહારાજા છે. તેમને દીવાની ફોજદારીમાં કુલ સત્તા છે. અને ૧૩ તેમનું માન મળે છે તેમની ઉમર હાલ ૫૩ વરસની છે.
મણીપુર બંગાળામાં ઈસાન કોણ તરફ એક દેશી રાજ્ય છે ને તેના રાજા મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા–મણિપુરની ઉત્તરે નાગાને પહાડી મુલક, પશ્ચિમ કચ્છરનો મુલક, અને પૂર્વે બ્રહ્માનો ઉપલો ભાગ છે. આ રાજ્યનો વિસ્તાર ૮૦૦૦ ચોરસ માઈલ જમીનનો છે. અને તેમાં ૯૫૪ ગામ છે. વસ્તી આશરે ૨૧૦૦૦ માણસની છે. તેમાં આશરે એક લાખ ત્રીસ હજાર હિંદુ. ૫૦૦૦ મુશલમાનને ૮૫૦૦૦ માણસ પર્વત પર રહેનાર છે. બર્ષિક ઉપજ સુમારે ૬૦૦૦૦ (સાઠ હજાર) રૂપી આની થાય છે.
દેશનું સ્વરૂ૫–મુલક ઝાડી અને ડુગરોથી ભરેલો છે. મુલાકની અંદર એક ખીણ છે. તેનો વિસ્તાર ૨૫૦ ચોરસ માઈલ છે. આ ખીણની અંદર લોગઠાક નામનું સરોવર છે. આ સરોવરની દક્ષિણ તરક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com