________________
(૩૦૪) અહીના રાજાને હલકા દરજાની સત્તા છે. અને ૧૩ તપનું માન મળે છે. રાજા કાચી ઉમરનો હેવાથી કચબીહારને રાજ્યકારભાર કુચબિહારના કમીશનરના હાથ નીચે છે.
કુચબિહાર–એ રાજધાનીનું શહેર છે અને તેમાં મહારાજા રહે છે. તે તરશાન નદી પર આવેલું છે. વસ્તી ૧૦૦૦૦ હજાર માણસની છે. ૬૦૦૦ હજાર હીંદુ અને ૪૦૦૦ મુસલમાન છે. આ શહેરમાં સાગરદીધી નામનું એક સરોવર છે. આ શહેરમાં ગ્રેજી અને વન્યાકયુલર સ્કૂલ, છાપખાનું, ને દવાખાનું છે. આ સિવાય પોસ્ટફીસ કેદખાનું અને નવો રાજ્ય મહેલ છે. આ મહેલ બાંધતાં ૩૧૨૦૦૦૦૦ (બારલાખ) ખરચ થયું હતું.
ટીપેરા. બંગાળા ઇલાકામાં એક દેશી રાજ્ય છે. અહીંના રાજકર્તા જાટજાદી વંશના છે. અને તે મહારાજાની પદિથી ઓળખાય છે.
સીમા-આ રાજ્યની ઉત્તરે સીલતનું આશામ પ્રમાણું, પશ્ચિમે ટીપેરા અને નોઆખાલીનો મુલક, દક્ષિણે આખાલી અને ચીતાગાંગ,
અને પૂર્વ સુસાઇનો મુલક, અને ચીતાગાંગને પહાડી મુલક છે. આ રાજ્યનો વિસ્તાર ૪૦૮૬ ચોરસ માઈલ જમીન અને તેમાં વસ્તીમાં ૫૦૬૦૦ માણસની પર્વત ઉપર અને ૪૫ ગામ પાધર મેદાનમાં છે અને તેમાં ૮૫૦૦ માણસની વસ્તી છે. વાર્ષીક ઉપજ સુમારે ૩૧૦૦૦૦૦ને આશરે થાય છે. - દેશનું સ્વરૂપ–ટેકરા ટેકરી વાળે છે, ટેકરીઓ ઉપર વાંસના જંગલ પુષ્કળ છે. અને નીચાણમાં પુષ્કળ ઝાઝે ઉગેલાં જોવામાં આવે છે. પર્વતની ટેકરીઓ ઉપરથી દેશને દેખાવ રમણ્ય છે. આ ટેકરીઓમાંની મુખ્ય, જામપુઈ સરનતલંગ, લેંગતરાઈ, અથારમુરા વગેરે મુખ્ય છે. નદીઓ–મુખ્ય નદીઓ ગોમતી, યાઈ, પાલઈ, મનુ, ભુરી અને કેની એ મુખ્ય છે. મુખ્ય નિપજ-આ રાજ્યમાં ચોખાની ઘણી જાતો થાય છે. આ સિવાય ફળ અને ભાજપાલો નિપજે છે. જંગલમાં સાગ, વાંસ, નેતર અને બીજાં અનેક જાતનાં લાકડ થાય છે. આ રાજ્યમાં જંગલ ખાતેની ઉપજ રૂ૫૫૦૦૦ સુધીની થાય છે. જનાવર-હાથી પુષ્કળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com