________________
(૩૦૩) નરનારાયણની પછી તેને છોકરો લક્ષ્મીનારાયણ ગાદીએ બેઠો. આ રાજાને મુગલપાદશાહે પકડી દિધી મોકલી દીવે, પણ મુગલપાદશાહને ખંડણી આપવી એવી શરતે તેને પાછે મોકલ્યો.
ઉત્તર તરફથી ભુતાનના લોકોએ હુમલા કરી કુંચબીહારના રાજા પુરીધર નારાયણજે રાજવંશી જાતના હતા તેમને ઈ. સ. ૧૭૭૨માં કેદ કર્યો હતા. આ વખતે રાજા પુરીધર નારાયણે પોતાના વજીર નજીર દેવની મારફતે અંગ્રેજ સરકારની મદદ માગી ને ઇસ્ટઈડિઆ કંપનીને પોતાના રાજ્યની અડધી ઉપજ આપવાનું કબૂલ કર્યું. આ અંગ્રેજ સરકારે કબુલ કર્યું. અને ભુતાનના લોકને તે દેશમાંથી હાંકી કહાડ્યા. વળી ઈ. સ. ૧૭૭૩ના એપ્રીલ માસમાં એક સલાહ કરવામાં આવી જેથી રાજાએ ઈગ્રેજસરકારનું ઉપરીપણું કબુલ કરવાને, કુચબિહારને બંગાળા 2જી રાજ સાથે જોડી દેવાને, ભુતાન જોડે લઢાઈ થાય તેમાં જે ખરચ થાય તે આપવાને, અને પોતાના રાજ્યની અડધી ઉપજ આપવાનું કબૂલ કર્યું. ઈ. સ. ૧૭૮માં રાજા પુરીધર નારાયણ મરણ પામ્યા અને તેમની પછી પુજીનદર નારાયણ ગાદીએ બેઠા. પણ તેમણે તેમના ભાઈને મારી નાંખ્યા માટે ભુતાનના રાજાએ તેમને કેદ પકડ્યા; પણ ઈ.સ. ૧૭૭૪ના એપ્રીલ મહિનામાં ભૂતાનના દેબરાજા જોડે સલાહ કરવામાં આવી હતી તેથી તેમને છુટા કરવામાં આવ્યા.
રાજ પુછનદર નારાયણ ઈ. સ. ૧૭૮૩માં મરણ પામ્યા. તેમની પાછળ તેમનો નાનો કુંવર હરીદર નારાયણ ગાદીએ બેઠો. આ રાજા પદ વરસ રાજ્ય કર્યા પછી ઈ.સ.૧૮૩૯માં મરણ પામ્યો ને તેને છોકો સીલીંદર નારાયણ ગાદીએ બેઠા.તે ઈ.સ. ૧૮૪૭માં મરણ પામ્યો ને તેની પાછળ તેમનો ભત્રીજે નરીન્દ્ર નારાયણ જેમણે તેને દત્તક લીધા હતા તે ગાદીએ બેઠા. રાજા નરીન્દ્રનારાયણ ૧૦ વરસ રાજ્ય કરી ઈ. સ. ૧૮૬૩ના અને ગષ્ટ મહિનામાં મરણ પામ્યા. તેમના પછી તેમને કંવર તપેન્દ્રો નારાયણ ગાદીએ બેઠા ને તે હાલનો રાજા છે. ઇ. સ. ૧૮૦૭ના જાનેવારીની પહેલી તારીખે દીલ્હીમાં જે પાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો તેમાં બંગાળાના રાજાઓમાં ફકત હઝહાઇનેસ રાજા નરેન્દ્ર નારાયણ ભૂપ બહાર હાજર હતા. રાજાને પટણાની કોલેજમાં સારી કેળવણી આપવામાં આવી છે. રાજા નીપ% ઈ. સ. ૧૮૮ ના માર્ચ મહિનામાં કલકત્તાના બ્રાહ્મોના મુખ્ય બાબુ કેશબ ચન્દ્રસેનની છોકરીને પરણયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com