________________
(૩૦૫) માલમ પડે છે. આ સિવાય ગેંડા, વાઘ, દીપડા, રીંછ, હરણ, સસલાં વીગેરે જનાવર મુખ્ય છે. આ રાજ્યમાં હાથી પકડાય છે તેની ઉપજ દર વરસે રૂ૫૦૦૦ થી ૨૨૫૦૦ સુધી થાય છે. | મુખ્ય શહેર–અગરતાલ એ રાજધાનીનું શહેર છે ને તેમાં રાજા - હે છે. આ શહેર હાવરા નદીને કિનારે છે. અને તે કોમીલાથી ૪૦ માઈલને છેટે છે. તેમાં ૨૧૦૦ માણસની વસ્તી છે. જુનું અગરતાલ હાલના રાજધાનીના શહેરથી ૪ માઈલ છે. જુનું ઉદેપુર જે અગાઉ રાજધાનીનું શહેર હતું. ત્યાં હજુ સુધી કેટલાંએક ખંડેરો છે. આ સિવાય ખિલાસાર, સેનામુના, વગેરે મુખ્ય શહેર છે. રાજધાનીના શહેરમાં નિશાળ અને દવાખાનુ છે. | ઈતિહાસઆ રાજ્યનું નામ તીપરા છે. અને તે ત્રીપુરાનો અપભ્રંશ છે. આ નામ ઉદેપુર આગળ દેવળ છે તે ઉપરથી પડયું છે. આ દેવળનાં ખંડેસે હજુ સુધી ત્યાં છે. અને તે બંગલામાં પવીત્ર સ્થળ છે. અહીંના મહારાજા ચંદ્રવંશના યયાતીના છોકરા દ્ધજહોના વંશજ છે.
આ રાજાઓને પડોશના બીજા રાજાઓ સાથે માંહોમાંહે ભારે લડાઈઓ થતી. તેઓ શિવધર્મ પાળતા હતા અને એક એવી કહેવત છે કે તેઓ ધર્મને બાને દર વરસે ૧૦૦૦ માણસને બેગ આપતા હતા. આ પ્રમાણે ધર્માનેક (૧૪૦૭–૧૪૩૯)ના વખત સુધી ચાલ્યું. ઈ. સ. ના ૧૯મા સૈકામાં ટીપેરાની હદ પશ્ચિમમાં સુદરવનથી પુર્વમાં ધર્મ સુધી હતી. આ સેકામાં ત્યાંના રાજા શ્રીધનીઓએ પોતાની પરેશનાં કેટલાંક રાજ્ય જીતી લીધાં. ઈ. સ. ૧૫૧રમાં ટીપેરાના રાજાએ ચીતાગાંગનો મુલક જીતી લી. મુગલોએ બંગાળેથી રાજાના મુલક ઉપર લશ્કર મોકલ્યું હતું તેને હરાવી પાછું કહાવું. આ પ્રમાણે તેમણે ઘણાક હુમલા કર્યા પણ તેઓને પગ ૧૭ મા સૈકા સુધી ત્યાં ટકી શક્યો નહીં. ઈ. સ. ૧૯૨૦ માં જહાંગીર બાદશાહના વખતમાં નવાબ ફતે જંગ નામના મુગલસરદારે હાથી ઘોડા મેળવવાને ટીપેરા ઉપર ચઢાઈ કરી. તેણે ઉદેપુર જે તે વખતે રાજધાનીનું શહેર હતું તે લઈ લીધું અને રાજાને કેદ કરી દિલ્હી મોકલી દીધે. આ વખતે નવાબે તેને કહ્યું કે જે તુ ખંડણી આપે તો તારું રાજ્ય પાછું આપું; પણ રાજાએ ના કબુલ કર્યું. તેથી મુગલોએ તે રાજ્યનો કબજો લી. પણ ત્રણ વરસની અંદર તેમના લશ્કરમાં મરકી ચાલવાથી તેઓ ત્યાંથી પાછા ફર્યા.
૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com