________________
(૨૭૪) અને રાજાને તેને માટે રૂ૮૦૦૦)ની ખંડણી આપવી પડતી. ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે રાજાએ અંગ્રેજ સરકારને સારી મદદ કરી હતી. તેના બદલામાં રાજાને રૂ.૩૦૦૦૦ની કીમતનો પોશાક અને સાત તપનું માન મળ્યું; પણ પછીથી તે વધીને ૧૧ તોપનું માન મળવા લાગ્યું. રાજા હીરચંદ ઈ. સ. ૧૮૩૫માં જન્મ્યો હતો. તારીખ ૧લી જાનેરી સને ૧૮૭૭ના રોજ દિલ્હીમાં જે બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં તે ગયો હતો. તે ૩૨ વરસ રાજ કરી સીમળેથી પાછા આવતાં રસ્તામાં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો અમીરચંદ ગાદીએ બેઠે તે હાલનો રાજા છે.
રાજાને ફાંસીની સજા ઠરાવવામાં ઈગ્રેજની મરજી લેવી પડે છે. આ શિવાય બીજી બાબતમાં રાજાને કુલ અધિકાર છે.
આ રાજ્યના લશ્કરમાં ૧૪ લડાઈની અને બીજી તપ, ૨૦, ગેલંદાજ અને ૮૮૦ પાયદળછે.
વિલાસપૂર–એ કહલૂર (વિલાસપૂર)ના રાજ્યનું રાજધાનીનું શહેર છે. અને તેમાં રાજા રહે છે. તે સતલજ નદીને ડાબે કીનારે આવેલું છે. તે દરીયા સપાટીથી ૧૪૬૫ ફુટ ઊંચુ છે. અહિને લોકને આ સૈકાની શરૂઆતમાં ગુરખાલોકની લુટફાટને લીધે ઘણું દુઃખ વેઠવું પડયું હતું. અહિં ઘરો પથ્થરનાં બાંધેલાં છે. બજાર રાજાનો મહેલ અને સતલજ પર એક એવાશે એ મુખ્ય સ્થળો છે.
ચંબા. અહિના રાજ્યકર્તા રજપુતછે અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. આ રાજ્યની ચોતરફ પર્વતો આવી રહેલા છે. આ રાજ્યની વાવ્યકોણે અને પશ્ચિમે કાશ્મીરનો મૂલક, પૂર્વ તથા ઈશાન કોણે અંગ્રેજી લાહુલ અને લાડક અને દક્ષિણ અને અગ્નિકોણે કાંઝા અને ગુરદાસપુરનો મુલક આવેલા છે. આ રાજ્યનો વિસ્તાર ૩૧૮૦ ચોરસ માઈલ જમીન જેટછે અને તેમાં ૩૬૫ ગામ છે. વસ્તી ૧૧૫૦૦૦ માણસની છે, તેમાં ૧૦૮૦૦૦ હિંદુ ૬૮૦૦ મુસલમાન ૩૦૦ બુધ ધર્મના લોક અને બીજી પરચુરણ જાતો છે. ઉપજ રૂ.૨૪૦૦૦૦ની થાય છે ખંડણી ૨૫૦૦૦ ઇજને આપે છે.
દેશનું સ્વરૂપ-આ દેશમાં મોટાં મોટાં જંગ છે અને તેમાં ઈમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com