________________
(૨૭૫) રતી સાગ સાથે થાય છે. આ જંગલે ઈગ્રેજ સરકારને ઈજારે આપવામાં આવે છે અને તેની દર વરસે ૧૦૦૦૦થી ૨૦૦૦૦૦ની પેદાશ થાય છે. નિપજ-ઘઉં, બાજરી, મકાઈ, ચોખા, અને કઠોળ થાય છે. ખનીજ પદા
-ખમાંથી લોટ અને તાંબુ જડે છે. રાજ્ય ના સઘળા ભાગમાંથી તેમાં મુખ્યત્વે કરીને દલડુસીની પડોશમાંથી સ્લેટના પથ્થરો જડે છે. જમીન-જમીન રસાળ છે અને તે ચાને માટે અનુકુળ છે. ચંબા એક શિકારનું ઠેકાણું છે. ત્યાં ઘણી જાતના પશુ પક્ષીઓ માલમ પડે છે. અહિ પાંચ જાતના મરઘા માલમ પડે છે અને તેની ચામડી કામમાં આવે છે. લૂગડાં, લોઢા કામ, તેલ, ચામડાં, અને તેજાના પરદેશ ખાતે મોકલવામાં આવે છે.
ઈતિહાસ-આ રાજ્ય ઈ. સ. ૧૮૪૬માં અંગ્રેજ સરકારના હાથ નીએ આવ્યું. આ વખતે રાજ્યને થો ભાગ કાશ્મીરના મહારાજા ગુલાબશગને આપવામાં આવ્યો હતો. પણ ઈ.સ. ૧૮૪૭માં તે ઈગ્રેજસરકારે લઈ લીધો. તેજ વરસે રાજાને એક સનંદ કરી આપવામાં આવી.
આ સનંદથી રાજ્યનો સધળે અધિકાર ત્યાંના રાજાને અને તેના વ. શને સોંપવામાં આવ્યો અને રાજાએ ૨૧૦૦૦૦ની ખંડણી આપવાને
અને લડાઈની વખતે લશ્કર અને પૈસાની મદદ કરવા કબુલ કર્યું. ઈ. સ. ૧૮૬૨માં રાજાએ અંગ્રેજ સરકારને અરજી કરી તેથી તેમણે રાજ્ય ચલાવા માટે એક અંગ્રેજ અમલદાર નીમ્યો. આથી રાજ્યમાં ઘણે સુધારો થયો. રાજા શ્રીશીંગ ઈ. સ. ૧૮૭માં મરણ પામ્યો. તેમને વારસ નહી હોવાથી તેમના નાના ભાઈ સુચેતશીંગે ગાદીને માટે દાવો કર્યો. પણ ઈગ્રેજસરકારે તેને કબુલ નહિ કરીને તેના ભાઈ ગોપાળશીંગને ગાદીએ બેસાડ્યો. ગોપાળશીંગ રાજ્ય ચલાવવાને શક્તિમાન નહિ હે. વાથી અંગ્રેજ સરકારે તેને ઈ. સ. ૧૮૭૩ માં ગાદીપરથી હક ઉદ્ધવવાને જરૂર પાડી.
ઈ. સ. ૧૮૫૪માં દલહાઉસી ઇગ્રેજોને સોપવામાં આવ્યું અને તેના બદલામાં અંગ્રેજોએ ૨૨૦૦૦ની ખંડણી માફ કરી. ઈ. સ. ૧૮૬માં છેલ્લો અને બલુનની છાવણી માટે જમીન લીધી તેના બદલામાં ૨૫૦૦૦ની ખંડણી માફ થઈ. હાલ રૂ૫૦૦૦ની ખંડણી ભરે છે.
ગોપાળશીંગ પછી તેને છોકશે શામશીંગ ગાદીએ બેઠે તે ઈ. & ૧૮૯૬ ના જુલાઈમાં જનમ્યો હતો. તેની કાચી ઉમરમાં રાજ્યકારભાર..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com