________________
(૨૭૨)
મંદી શહેર વસાવી ત્યાં રાજધાની કરી. મા વખતથી મંદી રાજધાનીનું શહેર થયું અને તે ઉપરથી તે રાજ્ય મંદીનું રાજ્ય કહેવાય છે. રાજા ઈશ્રીસેનના વખતમાં (ઈ. સ. ૧૭૭૯થી ૧૯૨૬ ) મદી ગુર્ખાના કેટોગ રાજાના હાથ નીચે હતું. પણ આખરે રણજીતસિંગનાઅમલ નીચે ગયુ. ઈ. સ. ૧૮૪૦ સુધી તે લાહારને ખંડણી આપતું. એટલામાં જનરલ વેનચુરાએ લાહેારના રાજા કરકસિંગ (રણજીતસિંગનો છોકરો)ને માટે તે રાજ્ય લઈ લીધું. કમલાગઢનો પ્રખ્યાત કિલ્લો શીખ લોકે લઈ લીધો. રાજા લાહારના રાજાને તાબે થયો; પણ માખરે ઈંગ્રેજની મદદ માગી. સાબ્રોનની લડાઈ પછી તે ઈંગ્રેજના પક્ષમાં ગયો. ઈ. સ. ૧૮૪૬ માં લાહારની સલાહથી તે ઇંગ્રેજના હાથમાં માન્યું. આ વખતે ત્યાં ખલબીરસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તેને એક સનંદ કરી આપવામાં આવી. સનંદથી રાજ્યનો સગળા અધિકાર તેને અને તેના વારસાને મળ્યો અને રાજાએ રૂ૧૦૦૦૦૦) ખંડણી તરીકે આપવા અને લડાઇની વખતે લશ્કર અને પૈસાની ઇંગ્રેજ સરકારને મદદ આપવા કબુલ કર્યું. વળી તેણે માલ ઉપરની જકાત બંધ કરવા, વેપારને ઉત્તેજન ઞાપવા, ચુલામગીરીનો - વો અને સતી થવાનો ચાલ બંધ કરવા કબુલ કર્યું.
રાજા બલબીરસેન ઈ. સ. ૧૮૫૯માં મરણ પામ્યો. તેમની પછી તેમનો છોકરો વીજયસેન ગાદીએ ખેડા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૪૬ માં થયો હતો. રાજાની નાની ઉમર હોવાથીરાજ્યને માટે એક કાઉન્સીલ નીમવામાં આવી. ઈ. સ. ૧૮૬૬માં રાજા પુષ્ર ઉમરનો થવાથી રાજ્યનો કુલ અધિકાર તેને સોંપ્યો અને રીજન્સી કાઉન્સીલ કાઢી નાખી. રાજાને સલાહ ઞાપવાને એક ઈંગ્રેજ અમલદારને નીમવામાં આવ્યો હતો. ઈ. સ. ૧૮૭૩ માં મા અમલદારની જગો કાઢી નાખવામાં આાવી.
હીઝહાઇનેસ રાજા વીજ્યસેન ખહાદુર તા. ૧લી જાનેવારી સને ૧૯૭૭ના રોજ દિલ્હીમાં જે પાદશાહી દરબાર ભરવામાં માળ્યો હતો ત્યાં હાજર હતા. રાજાની ઉમર હાલ ૪૩ વરસની છે. તેમને દત્તકની સનદ મળેલી છે. તેમને હલકા દરજાની સત્તાછે અને ૧૧ તોપનુ માન મળેછે. સ્મા રાજ્યના લશ્કરમાં ૩ તોપ, ૨૦ ગોલંદાજ, ૨૫ ધોડેસ્વાર અને ૭૦૦ પાયદલ છે. આ રાજ્યમાં પોસ્ટઑફીસ, મંદીમાં સ્કુલ અને ખીચ્યાસ નદી ઉપરનો પુલ એ મુખ્ય છે. આ પુલ ઈ. સ. ૧૮૭૮ માં ખુન્નો સુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com