________________
(૨૭૧)
મંદી. આ રાજ્ય પંજાબ દેશના જાલંદર દોઆબના પૂર્વ ભાગ તરફ હિમાલય પર્વતના દક્ષિણ ઉતાર ઉપર છે. તેના રાજકર્તા ચંદ્રવંશી રાજપૂત અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા-આ રાજ્યની ઉત્તર તથા પૂર્વ હિમાલય પર્વત ઉપરનાં કેટલાંક સંસ્થાન, દક્ષિણે સુખેત અને બીજી ઠકરા અને પશ્ચિમે જાલંદર દોઆબનો મુલક છે.
આ રાજ્યના તાબામાં ૧૦૦૦ ચોરસ માઈલ જમીન તથા તેમાં ૪૫૫૯ ગામ છે. વસ્તી આશરે ૧૫૦૦૦૦ (દોઢ લાખ) માણસની છે. વાર્ષિક ઉપજ સુમારે ૩૬૦૦૦૦ (ત્રણ લાખ સાઠ હજાર) થાય છે. ખંડશું રૂ૧૦૦૦૦૦ ઈગ્રેજ સરકારને આપે છે.
દેશનું સ્વરૂપ-મુલક હિમાલય ઉપર હોવાથી ડુંગરવાળો છે. એ માંના કેટલાક ડુંગરોમાં મયડીઆ અને મીઠાની ખાણે નીકળી આવે છે તથા લોઢાના ગુચ્છા પણ પડે છે. શિયાળામાં બરફ ઘણે પડે છે. તેમજ ડાઢ પણ ઘણી પડે છે. કોઈ કોઈ ઠેકાણે સપાટ જમીન છે તેમાં ઘઉં, બાજરી, જુવાર, ડાંગર, શેરડી, કપાસ, અને તમાકુ વગેરે નિપજે છે.
જાનવર-જંગલી જાનવરોમાં વાઘ, રીંછ, વાંદરાં, સાબર અને હરણ વગરે ઝાડી અને ડુંગરોમાં હોય છે. ગામ પશુમાં બળદ, ભેંશ, ગાયો અને બકરાં વગેરે છે.
લોક–લોકમાં રજપૂત, ભુતી આ, બ્રાહ્મણ, અને મુસલમાન છે.
ભાષા–ઘણું કરીને હિંદી છે. મુખ્ય શહેર મંદી એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે. એ શહેર શીમલાથી વાવ્યકોણ તરફ ૬૦ માઈલને છેટે છે.
ઇતિહાસ-અહીંના રાજકર્તા ચંદ્રવંશી રજપૂત છે અને તે રાજાની પદિથી ઓળખાય છે. આશરે ઈ. સ. ૧૨૦૦ માં સુકેતના સરદારના નાના ભાઈ બાહુસેનને પોતાના મોટા ભાઈ સાથે તકરાર થઈ તેથી તે સુકેત બેડી નાશી ગયો. તે ત્યાંથી કુલ ગ અને મંગલુરમાં રહ્યો. ત્યાં તેની ૧૧ પેઢી સુધી તેના વંશજો આબાદ રહ્યા. બનોએ સેકોરના રાણાને મારી નાખે, અને કેટલાંક વરસ સુધી સેકોરમાં રાજ્ય કર્યું ત્યાંથી તે ચીનમાં રહેવા ગયો. આ ગામ મંદીથી ૪ માઈલ બીઆસ નદી ઉપર છે.
આખરે ઈ. સ. ૧૫૨૭ માં બાહુસેનના ૧૯મા વંશજ અજબરસેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com