________________
(૨૬૦ ) ધારા ઉર્ફે સતલજ નદી ઇશાન કોણ તરફથી આવી વાવ્યકોણમાં મીનકોટ આગળ સિંધુને મળે છે. આ નદી ઈશાન કોણથી તે વાવ્યકોણ સુધી આ રાજ્ય અને પંજાબની સરહદ બતાવે છે. જમીન તથા નિપજ જે રસાળ જમીન છે તેમાં ડાંગર, ઘઊ, ગળી, શેરડી, કપાસ, અને ખસખસના છોડ થાય છે. લોક મુખ્યત્વે કરીને, જાટ, બલુચી, અફગાની અને પરચુરણ જાતના હિંદુ હોય છે. એ બધા લેક જોરાવર, ઊંચા, અને દેખાવડા છે.
રેલવે—લાહોરથી કરાંચી સુધી જે રેલવે બંધાયેલી છે તેની કેટલીક ભાગ આ રાજ્યના મુલકમાં છે. રાજધાનીનું મુખ્ય શહેર ભાવલપુર એ પણ એક રેલવે સ્ટેશન છે. મુખ્ય શહેર. ભાલપૂરમાં રાજયકર્તા નવાબ સાહેબ રહે છે. એ શહેર ધારા નદીના કિનારા ઉપર છે. કચ્છ, લંગાટીયો સાલો, પાઘડીઓ, વગેરે રેશમી કાપડ હિંદુ વણકર ઘણું સરસ બનાવેછે. શહેરના આબરૂદાર લેક ઈરાન દેશના જેવા પોશાક પહેરે છે તથા ઈરાની ભાષા બોલે છે. બાકીના લોક હિંદુસ્તાની, પ્રસીયન, અને બલુચી એ ત્રણે ભાષા મળીને મીશ્રીત થએલી તે ભાષા બોલે છે. શિવાય ત્યાં મોટાં શહેર અહમદપુર, ઊંચ, ખાનપૂર, સબજકોટ, માનથીનાબાદ, ધારી મુખડીયાર ખાન અને ખેરપૂર વિગેરે છે.
ઈતિહાસભાવલપુરના રાજકર્તા નવાબની પદિથી ઓળખાય છે. તેને મુળપુરૂષ દાઉદખાન હતો. તેણે સિંધમાં શીકારપુરમાં પોતાની જાતના માણસને એકઠા કર્યા; કારણ કે કાબુલને કુરાનીબાદશાહ જે ત્યાં રાજ્ય કરતો હતો તેણે તેમને તેમના મુલકમાંથી હાંકી કાઢ્યા. તેથી તે અને તેના સોબતીઓ સિંધુ નદીની પશ્ચિમે રેતાળ મેદાનમાં આવીને વસ્યા. આ વખતે ત્યાં જાત જાતના હિંદુ લેક વસતા હતા. તેણે પોતાના સંબતીઓની મદદથી તેમને હાંકી કાઢયા અને આગળ પાછળનો મુલક જીતી લઈ રાજ્ય પદ ધારણ કર્યું. તેના મરણ પછી તેને છોક મુબારક ગાદીએ બેઠો. તેણે પોતાના રાજ્યમાં ઘણો વધારો કર્યો અને ખંડાલનો મુલક જે તેણે ભાટી જતના લોકો પાસેથી જીતી લીધે તે પોતાના રાજ્ય સાથે જોડી દઈ તેના મુખ્ય શહેર દેરાવળમાં રાજધાની કરી. મુ. બારક મરણ પામ્યો ત્યારે ભાવલખાન ગાદીએ બેઠા. તેણે પોતાના રાન્યમાં પણ વધારો કર્યો. તેણે એક શહેર વસાવ્યું ને તેનું નામ ભાવલ પૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com