________________
(૫૯) હીઝહાઇનેસ મહારાજા તીકા રાજેન્દ્રસીંગ બાહારને ૧૭ તપનું માન મળે છે. તેમની ઉમર હાલ ૨૬ વરસની છે. તેમને ફાંસી દેવાનો હક છે.
આ રાજ્યના લશ્કરમાં ૭૫૦ ઘોડેસ્વાર, ૧૪.૦૩ પાયદલ, ૨૩૮ ગેલંદાજ, અને ૧૦૯ તપ છે તેમાં ૩ર લડાઈની અને ૭૮ બીજી છે
પતીઆલા–એ રાજધાનીનું શહેર છે. તે ઈ. સ. ૧૭૫૨ માં અલ્લાસિંગે બાંધ્યું હતું. વસ્તી પ૩૦૦૦ માણસની છે. તેમાં ૨૫૦૦૦ હિંદુ ૨૧૦૦૦ મુસલમાન અને બીજી પરચુરણ જાત છે.
ભાવલપુર આ રાજ્ય લાંબુ અને સાંકડી નેળ સરખું છે. તેના રાજકર્તા જાતના મુસલમાન અને તે નવાબની પદિથી ઓળખાય છે.
સીમાએ રાજ્યની વાવ્યકોણ તરફ સિંધ અને પંજાબ પ્રાંત, ઊત્તરે પંજાબ પ્રાંત, ઈશાન તરફ ભતીયાણ, પુર્વ દીશાએ વિકાનેર અને જેસલમીરનું રાજ્ય, દક્ષિણે જસલમેરનું રાજ્ય, અને નૈરૂત્યકોણમાં સિંધ પ્રાંત છે.
આ રાજ્યનો વિસ્તાર ૧૫૦૦૦ ચોરસ માઈલ જમીન જેટલું છે અને તેમાં દરર ગામ છે. વસ્તી આશરે. ૬૦૦૦૦૦ (છલાખ) માણસની છે. તેમાં ૪૯૦૦૦૦ મુસલમાન ૯૦૦૦૦ હિંદુ ૧૭૦૦ શીખ અને બીજી પરચુરણ જાતે વાર્ષિક ઉપજ સુમારે ૧૨૦૦૦૦૦ (સેળ લાખ) થાય છે.
દેશનું સ્વરૂપ-આરાજ્યના મુલકમાં મુખ્યત્વે કરીને બરડ રેતીનાં મેદાન છે. છઠ્ઠા ભાગ જેટલી એટલે ધારા (સતલજ) નદી અને સિંધુનદીને પુર્વ કિનારે દસમૈલ સુધીની જમીન રસાળ છે. જે બરડ રેતીનાં મેદાન છે તેમાં ચાલતાં ચાલતાં માણસ અને પશુના પગ રેતીમાં પેસી જાય છે. જ્યાં જમીનની અંદર કઠણાસ કે ચીકણાશ છે ત્યાં ઘાસનાં ભોથાં માત્ર ઉગેલાં હોય છે. બીજે ઠેકાણે કંઈ ઉગતું નથી. આ મેદાનમાં મૃગજળને વારંવાર ચમત્કાર થયા કરે છે. હવા રોગીષ્ટ છે.
જનાવર–જે રેતીનાં મેદાનમાં છે તેમાં વાધ, ચીત્રા, ડુકર, અને ઘણી જાતના હરણ હોય છે. ગામના પશુ માં મુખ્ય કરીને ઊંટ તે ઘણાં હોય છે. શિવાય ગાયો, ભેસે, અને ઘણી સરસ જાતનાં ઘેટાં હેય છે.
નદી–સિંધુ એ આ રાજ્યની વાવ્યકોણની સરહદ ઉપર વહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com