________________
(૨૬૧) પાડવું. આ ઉપરથી આ રાજ્ય ભાવલપુરનું રાજ્ય કહેવાય છે. ભાવલખાન આ શહેર વસાવામાં રોકાયો હતો એટલામાં ઈ.સ. ૧૭૮૦માં કાબુલના બદશાહે તેના ઉપર ચઢાઈ કરી ને દેરાવળને ઘેરો ઘાલ્યો અને તે લીધું. ભાવલખાન પોતાનો બચાવ કરવાને અશક્ત હોવાથી તે પાદશાહને તાબે થયો. અને બાદશાહ તરીકે તેનું ઉપરીપણું કબુલ કર્યું અને પોતાની નીમકહલાલીની ખાતરીને માટે પોતાના છોકરા મુબારકને બાદશાહને સોપ્યો.
મુબારક ત્રણ વરસ કાબુલમાં રહ્યા અને પછી ભાવલ પર આવી પોતાના બાપની સામે થયો તેમાં તે હાર્યા અને કેદ પકડાયો. પણ તેનો બાપ મરી ગયો તે પહેલાં તેને છોડી દીધો હતો. પણ ભાવલખાનાના છવતાં જે સરદારો તેની સામે થયા હતા તેમણે તેને મારી નાખ્યો અને તેના નાના ભાઈ સાદક મહંમદને ગાદીએ બેસાડ્યો. સાદક મહંમદને પોતાના સગાવહાલા માણસો અને તે દેશના જોરાવર રાજકસ્તાની સાથે ભારે લડાઈઓ થઈ પણ તેમાં તે ફતેહ પામ્યો. કાબુલના દુરાનીબાદશાહના વારસાને માટે કચ્છઓ થયો હતો તેનો લાભ લઈને પોતે કાબુલના બાદશાહથી સ્વતંત્ર થયો. સાદકમહંમદના મરણ પછી તેને છોકરો ભાવલખાન બીજે નવાબે થયો. આ નવાબના વખતમાં રણજીતસીંગ તેના મુલકપર વારંવાર ચઢાઈ કરતો તેથી તે ભારે બીકમાં હતો. તેથી તેણે વારંવાર સીખ સરદારની સામે મદદને માટે અંગ્રેજ સરકારની મદદ માગી પણ તેમણે તેની ના પાડી; પણ ઈ. સ. ૧૮૦૯માં અંગ્રેજ સરકારે રણજીતસિંગ સાથે જે સલાહ કરી તેથી તેને મદદ મળી. કારણ કે આ સલાહથી - ણજીતસીંગને સતલજ નદી ઓળંગવાની મના કરી હતી. તે પણ ઈ. સ. ૧૮ ૩૩માં ભાવલપુરના નવાબ સાથે વેપારની છૂટ માટે સલાહ કરવામાં આવી. આ સલાહથી અંગ્રેજ સરકારે તેને તેના મુલકમાં એક સ્વતંત્ર રાજા તરીકે કબુલ કર્યો. અને નવાબે સિંધુ અને સતલજ નદીમાં વેપાર કરવા માંડ્યો. ઈ. સ. ૧૮૩૮માં અંગ્રેજ સરકારે શાહસુજાને કાબુલની ગાદીએ બેસાડ્યો. આ વખત નવાબ ભાવલખાન સાથે એક બીજી સલાહ કરવામાં આવી. આ સલાહથી નવાબે ઈગ્રેજનું ઉપરીપણું કબુલ કર્યું અને ઈમેજ સરકારે તેનું રક્ષણ કરવાને કહ્યું અને તેના દેશને સ્વતંત્ર રાજ્ય તરીકે કબુલ કર્યો. વળી આ સલાહથી એવું કહ્યું કે નવાબે ઇંગ્રેજ સરકારની
પરવાનગી વગર બીજા કોઈ રાજ્ય સાથે સલાહ કરવી નહિં અને કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com