________________
( ૨૫૧ ) રની નોકરીમાં હતો. તે હલકી પદ્ધિમાંથી વધતાં વધતાં રણજીતસીંહના લશ્કરમાં એક મોટો સરદાર બન્યો હતો અને તે પદિએ પહોંચ્યા પછી રાનેરીના સરદાર અગરખાનને કેદ કરી પકડવામાં બહુ પ્રખ્યાતી મેળવી હતી. તેથી રણજીતસિંહે તેને મુની જાગીર વંશપરંપરાને માટે આપી હતી. આ ઠેકાણે તેણે પોતાની સત્તા કાયમ કરી અને તેની આજુબાજુ ના રજપુત સરદારો તથા જમીનદારોની જમીનો કાવાદાવાથી અથવાશીર જરીથી દાબતા જઈ પોતાના તાબામાં લીધી હતી. અને છેક લાડક સુધીનો મુલક હાથ કી હતો. રણજીતસીંહ તથા અંગ્રેજો વચ્ચે લડાઈ થઈ. તે પહેલાં શીખ લોકોમાં બખે ઉઠો હતો. તે વખતે થએલા ફેરફારોમાં તેને ખાલસાના વડા પ્રધાનની જગ્યા મળી હતી. સોબ્રોનની લડાઈ પછી ઈગ્રેજે અને શીખ મહારાજા વચ્ચે જે કોલ કરાર થયા હતા તે માત્ર ગુલાબસીંહની સમજ શક્તિ અને પગથી થયા હતા.
ઇગ્રેજો સાથે પંજાબના મહારાજાને છેલ્લી લડાઈ ઈ. સ. ૧૮૪૮માં થઈ તે વેળા આ સમજવાન ગુલાબસિંહ અંગ્રેજોની ફતેહ થશે એવો વિચાર બાંધીને તે સરકારની ગેરમરજી ખેંચી લેવા જેગની કંઈ પણ હીણ ચાલ નહીં કરતાં પોતાની જમુખાતાની જાગીરમાંજ રહીને લડાઈનું ડળ જેવા કરતો હતો અને જે કે ચીની અલવાલાની લડાઈના શક ભરેલા છેવટથી તેનું મન ઢચુપચુ થયું હતું પણ મુલતાન અને ગુજરાત (પંજાબમાં)ની લડાઈઓમાં અંગ્રેજ સરકારના લશ્કરે મેળવેલી કીર્તી ભરેલી ફતેહથી તેના તે વિચાર ફરી ગયા હતા. અને તેથી તેણે ઈગ્રેને પક્ષ જાળવી રાખવામાં ડહાપણ વાપર્યું હતું. મહારાજા ગુલાબસિંહ ઈ. સ. ૧૮૫૭ની સાલમાં મરણ પામ્યા. ને તેમની પછી તેના કુંવર રનબીરસીંહ કાશ્મીર અથવા જમુની ગાદીએ બેઠા. એજ સાલમાં હિંદુસ્તાનમાં બળવો જાગ્યો હતો. અને તેમાં મહારાજા રણબીરસિંહે પોતાનું લશ્કર છેક દિલ્હી સુધી ઈગ્રેજોની મદદ માટે કહ્યું હતું. તેના બદલામાં તેમને સરકાર તરફથી ગવરનર જનરલે તા.૧ નવેમ્બર સને ૧૮૬૧ના રોજ દરબાર ભરી સ્ટાફડીઆનો ખિતાબ આપ્યો હતો. સને ૧૮૫ ની સાલમાં મહારાણીના પાટવી કુંવર પ્રીન્સ ઓફ વેલ્સની કલકત્તે મુલાકાત લીધી હતી. તા. ૧ જાન્યુઆરી ૧૮૭૭ના રોજ મહારાણી વીકટોરીઆએ હિંદને માટે કેસરીહીંદ એ પદ ધારણ કર્યું હતું. અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com