________________
(૨૪) તેમાંની કેટલીક રાજા રાવીએ કાઢી નાંખી છે અને તેથી દેશને વેપાર રોજગાર ઘણે સારો ચાલે છે.
રાજા રાવીવર્મા ઈ. સ. ૧૮૬૪ની સાલમાં મરણ પામ્યા. તેમના પછી તબા રાણું રાવ વીરમાણ ગાદીએ બેઠા જે હાલના મહારાજા છે. તે ઈ. સ. ૧૮૩૫માં જન્મ્યો હતો. હીઝહાઈનેસ રાજા બા રાણા રાવ વીમાણને ઈ. સ. ૧૮૭૧માં સ્ટાર ઓફ ઇડીઆના નાઈટ કમાન્ડરનો ખિતાબ મળ્યો છે. હીઝહાઇનેસ રાજા મુતા તંબા રાણું રાવ વીરમાણુ કે. સી. એસ. આઈ. સંસ્કૃત સારી રીતે જાણે છે. તે રાજકારભાર ચલાવવાને હુંશીઆર છે. રાજાએ પોતાના પ્રધાન ઈશકેટ સંતોની મિનને સી. એસ. આઈની મદદથી રાજ્યનાં જુદાં જુદાં ખાતામાં ઘણો સુધારો કર્યો છે. કોચીનના રાજ્યને ઈગ્રેજ સરકાર તરફથી દત્તકની સનદ મળી છે. જેથી જરૂર પડે તો વગર નજરાણું આપે તે ગાદીને માટે દત્તક લઈ શકે છે. મહારાજા મુજાતાબા રાણારાવ બ્રિટિશ છાવણીમાં જાય તે વેળા તેમને ૧૭ તપનું માન અને લશ્કરી સલામતી મળે છે. આ રાજ્યની લશ્કરી પદ્ધતી ઈગ્લાંડમાં જુના વખતમાં ચાલતી ફયુડલને લગતી છે. રાજ્યના લશ્કરમાં ૩ ૫ અને ૩૮૦ પેદળ માણસનું લશ્કર રાખવાની સત્તા છે રાજાની ઉમર હાલ ૫૫ વરસની છે.
રાજા ઈ. સ. ૧૮૭૫ના ડીસેમ્બરની તા. ૧૩ મીએ મહારાણી વિટોરીઆના પાટવી કુંવર પ્રીન્સ ઓફ વેલ્સને મળવાને મદ્રાસ સ્ટેશન પર ગયા હતા ત્યાં પ્રીન્સ ઓફ વેલ્સે તેનો હાથ હલાવ્યો હતો અને અંતર વિગેરે આપ્યું હતું. રાજાને ફોજદારીમાં ફાંશીનો અને દિવાનીમાં ગમે તેટલાને દાવો ચુકવવાને હક છે.
દુકોટા. આ રાજ્ય “પુકોટા” અથવા રાજા તોદીમાનને દેશ” એ નામથી ઓળખાય છે. આ રાજ્ય હિંદના દક્ષિણ ભાગમાં અગ્નિ કોણ તરફ છે સીમા. ઉત્તરે ત્રીચિનાપલી છલો, પુર્વે તંજાવર છલ્લો અને દક્ષિણ તથા પશ્ચિમ મધુરા છલ્લો છે. વિસ્તાર–૧૩૮૦ ચોરસ માઈલ છે અને તેમાં વસ્તી આશરે ૩૦૦૦૦૦ (ત્રણલાખ) માણસની છે. વારશીક ઉપજ ૩૫૦૦૦૦૦ (પાંચ લાખ)ને આશરે થાય છે. મુખ્ય શહેર પુકોટા છે. એ રાજધાનીનું શહેર છે અને તે વલાર નદીને કાંઠે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com