________________
(૨૪૧)
પુકોટાના રાજા તેડમાનના રાજા એ નામથી ઓળખાય છે. તેમણે ઈગ્રેજ સાથે કંઈ સલાહ કરી નથી અને તેમની ન્યાયની કોર્ટની કંઈ દેખરેખ રાખવામાં આવતી નથી. તો પણ તે ઈગ્રેજ સરકારના હાથ નીચે છે. આ રાજ્યના લશ્કરમાં ૧૨૬ પાયદળ, ૨૧ ધાડેસ્વાર અને હથી આરબંધ ચાકરો, અને પહેરેગીર ઉપરાંત ૩૨૦૦ મીલીચીઆનું લશ્કર રહે છે. રાજાના ચાકરશે ઈગ્રેજ સરકારને અરજીઓ કરે છે અને તેનો ચુકાદો કરવાને પિલીટીકલ એજંટ તરફ મોકલે છે. આ પોલીટીકલ એજન્ટને તે રાજાને સઘળી બાબતો વિષે, તેમાં મુખ્યત્વે કરીને ખર્ચ બાબત શીખામણ દેવાને હક છે. તેની રૈયત જો અંગ્રેજી હદમાં ગુનો કરે તો તેનો ચુકાદો અંગ્રેજી રાજ્યમાં થાય છે. ટોડીમાન રાજાઓ દક્ષિણ હિંદુસ્થાનમાં ઈગ્રેજના જુના અને નમકહલાલ મળતીઓ છે. હિંદુસ્તાનમાં સવોપરી સત્તાને માટે જેને ચ વચ્ચે લડાઈ થઈ હતી તેમાં ડીમાન રાજાઓએ અંગ્રેજોને સારી મદદ કરી હતી અને મુખ્યત્વે કરીને ત્રચિનાપલીની પડોશમાં જે ઉથલપાથલ થઈ હતી તેમાં સારી મદદ કરી હતી. અંગ્રેજોને આ રાજ્ય સાથે પહેલવહેલો ૧૫૩માં ત્રિચીના પલ્લીના ઘેરા વખતે સંબંધ થયો. આ રાજાઓએ અંગ્રેજોને મહિસરના હેદરઅલીની સામે અને મધુરા પ્રગણાની શિવગંગાની મોટી જમીનદારીને માટે તકરાર ઉઠી હતી તેમાં મદદ કરી હતી. અંગ્રેજ સરકારે તેમને આવી સારી મદદને માટે કીલાલી નામનું પરગણું અને કીલો જેની ઉપજ રૂ૩૦૦૦૦)ની હતી તે આપ્યાં. આ રાજાને દત્તક લેવાની સનંદ મળેલી છે.
રાજા રામચંદ્ર ટોડીમાન બહાદુર જે હાલના રાજા છે તે જ્યારે તેમના પિતા રઘુનંદ તોડીમાન ઈ.સ. ૧૮૩૯માં મરણ પામ્યા ત્યારે ગાદીએ બેઠા. તે તે વખતે ૯ વરસના હતા. રાજા રામચંન્દ્ર રોડીમાન બહાર પિતાની દેશી ભાશા ઉપરાંત અંગ્રેજી, ફ્રેંચ, તામીલી, તેલગુ, હિંદી અને મરેઠી ભાષાઓ જાણે છે. મહારાજા હાલ ૬૦ વરસના છે. અહીંના રાજાને ૧૧ તોપનું માન મળે છે.
રામનાદ (રામનાથ.) અહીંના રાજ્ય કરતા રાજા કહેવાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે મધુરા છો, પુર્વ અને દક્ષિણે સમુદ્ર અને પશ્ચિમે તિવિધી છલો છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com