________________
(૨૩૯) માંડ્યો. ઈ. સ. ૧૮૦૭ માં ત્રાવણકોરના દિવાને કેટલાએક ઇગ્રેને દરિઆમાં ડુબાવી મારી નાંખ્યાં. આથી કોચીનના રાજાના દિવાને ત્રાવણકોરના દિવાન સાથે પત્ર વેહવાર ચલાવી એક મોટું લશ્કર ઉભુ કર્યું અને રેસીડેન્ટને મારવા કોશીશ કીધી પણ તેમાં તે નિષ્ફળ થયા. ઈ. સ. ૧૮૦૯ તો પણ ઈગ્રેજી લશ્કર ઉપર હુમલો કર્યો. આ હુમલાને ઈગ્રેજી લશ્કરે પાછો હઠા. આ વખત રાજા અને અંગ્રેજ સરકાર વચ્ચે ફરીથી કોલકરાર થયા તેથી કોચીનના રાજ્યમાં અંગ્રેજ સરકારનું લશ્કર રાખવા ઠર્યું. આ લશ્કરના ખરચને માટે પ્રથમ જે ૨૧ લાખ ખંડણી હતી તે વધારી અને ૨૨૭૬૦૩૭ ની કરાવી તથા તે દર વરસના છ હફતે ભરવી એમ નક્કી કર્યું, વળી ઈગ્રેજ સરકારની મંજુરી સિવાય રાજાએ પોતાની નેકરીમાં કોઈ પણ યુરોપીઅનને રાખવો નહિ. આ વખત કેટલીક બાબતમાં રાજાના ખરચને માટે કેટલાક મુલક કાઢી આપી દેશમાં કારભાર કરવાનો હક ઈગ્રેજ સરકારે પોતાના હાથમાં રાખ્યો હતો. આ વખતે રાજ્યની વારસિક ઉપજ રૂ૪ લાખ અને ૮૦ હજારની હતી અને ખંડણીની રકમ વધી તેથી રાજ્ય ખટપટ વધી પડી. આથી કોચીનના રેસીડેન્ટને દિવાન તરીકે રાજકારભારમાં વચ્ચે પડવાની જરૂર પડી; પણ રાજ્ય આબાદ સ્થિતિમાં આવ્યું નહિ. તેથી ઈ. સ. ૧૮૧૯માં ખંડણીમાં ઘટાડે કરી રૂ ૨ લાખ ૪૦ હજારનો આંક ઠરાવ્યો. અને પાછળથી તે બે લાખ ઠરાવ્યા જે હાલ સુધી ચાલુ છે. રેસીડેન્ટ ખેતીવાડી અને વેપાર રોજગારમાં ઘણે સુધારો કર્યો જેથી વારસિક ઉપજ દિનપરદિન વધવા માંડી હાલમાં રૂ ૧૪ લાખ સુધી ઉપજ થાય છે.
ઈ. સ. ૧૮૧૪માં વલંદા કે કોચીનના કિલ્લાને અધિકાર જ સરકારને સંપી દીધે. કોચીનના રાજ્યમાં આજે પણ ઘણા વલંદા લોકો ની વસ્તી છે. ઈ. સ. ૧૮૩૯માં રાજાની ખરાબ ચાલને લીધે રેસીડેન્ટને ફરીથી રાજ્યનો કારભાર પોતાના હાથમાં લેવાની જરૂર પડી અને તે કારભારથી રાજ્યની વધારે સારી આબાદી થઈ.
. સ. ૧૮૫૩ માં રાવીવ ગાદીએ બેઠા. એ રાજા ડાહ્યા અને ઉદાર જીવના હતા. તેમના વખતમાં રાજ્યની આબાદી સારી થઈ. પોતાના દેશમાં રસ્તા, નહેશે. પુલ અને ઘણી જાતનાં લોકોપયોગી કામો થયો છે. કોચીનના બંદમાં આવતા જતા માલ ઉપર જે જકાત લેવાની હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com