________________
(૨૩૫) શ્ચિમ મલબાર પ્રાંત, દક્ષિણે ત્રાવણકોરનું રાજ્ય, પૂર્વે દીંદીગલ જીલ્લો અને નિરૂત્યકોણ તરફ અરબી સમુદ્ર છે. આ રાજ્યનો વિસ્તાર ૧૩૬૧ ચોરસ માઈલ ૫૮૫ ગામ અને તેમાં વસ્તી આશરે ૨૦૦૦૦૦ (છલાખ) માણસની છે તેમાં ૪૦૦૦૦૦ હિંદુ, ૧૩૬૦૦૦ ખ્રીસ્તી, ૩૩૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. વારસિક ઉપજ–૧૪૫૦૦૦૦ (ચાદ લાખ પચાસ હજાર)ને આશરે થાય છે. તે પૈકી રૂ.૨૦૦૦૦૦ (બે લાખ) નામદાર ગ્રેજ સરકારને ખંડણીના આપે છે.
રાજ્યનું સ્વરૂપ–આ રાજ્યનો ઘણે ભાગ પહાડી છે તો પણ ૫શ્ચિમભાગ સિવાયનો કેટલોક ભાગ સપાટ છે. પશ્ચિમ ઘાટની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૪ થી તે પ હજાર ફુટ સુધીની છે. સમુદ્ર અને પહા વચ્ચે એક સાંકડી પટ્ટી છે તેમાં નાણાં અને સમુદ્રનાં પાણી મળીને બનેલાં મોટાં મોટાં સરોવર છે જેમાં ઘણું માઈલ સુધી વહાણ ચાલી શકે છે. હવા-આ રાજ્યના મુલકની હવા અને પાણી સારાં નથી, તે રોગીષ્ટ છે જેથી લોકને એક નવાઈ જેવો રોગ થાય છે. તે એવો કે માણસનો એક પગ સુજીને જ થઈ જાય છે. એ રોગનું નામ અંગ્રેજોએ કોચીનલેગ” એવું પાડેલું છે.
જમીન–મુખ્ય કરીને પહાડી અને જંગલવાળી પણ ફળદ્રુપ છે. નિપજ મુખ્ય કરીને ડાંગર, મરી, એલકી, સેપારી, ખાંડ પકવવા જેવી શેરડી, બુદાણું, તજ, સુંઠ, રતાળુ અને કોનફળ થાય છે. પહાડ અને જંગલવાળા ભાગમાં સાગવિગેરે કાઠનાં અને દેવદારનાં ઝાડ પુષ્કળ થાય છે.
પ્રખ્યાત જાનવરો–જંગલમાં મોટા અને નામાંકીત હાથીનાં ટોળે ટોળાં ભટકતાં ફરે છે. વળી વાઘ, વનપાડા, વનભે અને ઘણી જાતનાં હરણ છે. આ દેશમાં ઘણી જાતના અને ભારે ઝેરવાળા સાપ હેય છે. તેમજ નદીઓ અને સરોવરમાં મોટા મોટા મગર બહુ જવામાં આવે છે. સાપ અને મગર આ દેશમાં દેવતાઈ ગણાય છે.
લોક–હિંદુ, મુસલમાન, ઈસ્રાયલ, યાહુદી) અને ખ્રીસ્તી છે. હિંદુ પૈકીના અસલી જાતના બ્રાહ્મણે નાબુરી કહેવાય છે તેમનાથી ઉતરતી જાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com