________________
(૨૩૪) તેથી હિંદુસ્થાનના રાજ્યવંશીઓમાં તે એક કાબેલ રાજા તરીકે બહાર પડી આવ્યા હતા. કેળવણી કમીશનની તપાસ વખત સ્ત્રી કેળવણીની બાબતમાં એ રાજાએ જે ઉમદા વિચારો જણાવ્યા હતા તે ઉપરથી તથા તેમને ગાદી આપવાની ક્રિયા થઈ તે વેળા તેમણે કરેલા અસરકારક ભાષણ ઉપરથી તેમની કાબેલીયતનું માપ થઈ આવ્યું હતું. એક રાજા તરીકે તે નમુનાદાર નીકળ્યા હતા. તેમણે પોતાના રાજ્યમાં મહેસુલના, ઈનસાફના, કેળવણીના, પોલીસ, વૈદક, પોસ્ટ, અને સુધરાઈ વગેરે ખાતાઓમાં ઘણો સુધારા કર્યા તથા કેટલાંક ધર્માદા કામો કીધાં હતાં. તે વધારે વરસ જીવી પ્રજાને દિનારદિન સુખમાં વધારો કરે એમ પ્રજાને આશિરવાદ હતો. પરંતુ દુષ્ટકાળે તેમને પોતાની ૪ વરસની જુવાન વયમાં તા. ૫ મી ઓગસ્ટ સને ૧૮૮૫ ના રોજ રાતના સાત વાગે ઝડપી લીધા. જેથી શહેરમાં ભારે દિલગીરી ફેલાઈ હતી. આ રાજા જલંદરના રોગથી એક માસ સુધી સખત માંદગી ભોગવી મરણ પામ્યા. એજ તારીખે તેમની લાસને રાતના બાર વાગે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે તેમને સ્મશાનમાં લઈ જવામાં આવ્યા તે વેળા સાથે સાથે અમીર, ઉમરાવો, અમલદારો અને પ્રજાએ ઉઘાડે માથે સાથે લશ્કરી દમામથી જઈ માન આપ્યું હતું. મરણની વખત ૪૮ તેપ ફોડવામાં આવી હતી અને શહેરમાં ત્રણ દિવસ સુધી હડતાળ પાડવામાં આવી હતી. મહારાજા રામા વરમા પછી તેમની ગાદીએ તેમના ભાણેજ ઈસરાજ બેઠા છે. તે ત્રાવણકોરના હાલના મહારાજા છે.
ત્રાવણકોરનું રાજ્ય હિંદુસ્થાનના એક દક્ષિણ છેડા ઉપર મોટામાં મોટું છે, માહારાજાને અંગ્રેજ સરકાર તરફથી ૨૧ તેમનું માન મળે છે તથા એ રાજ્યની લશ્કરી પદ્ધતિ ઈગ્લાંડમાં જુના વખતમાં ચાલતી ફયુડલ ધારાને લગતી છે, તેમના રાજ્યના કવાયતી લશ્કરમાં ૧૨૦૦ પાયદળ ૬૦ સ્વાર અને તેપ છે.
કાચીન. આ રાજ્ય મલબાર પ્રાંતની દક્ષિણે છે. સીમા–ઉત્તર તથા પ
કોચોન શહેર બંદર છે અને અંગ્રેજ સરકારના તાબામાં છે પણ તે રાજ કોચીનનું રાજ કહેવાય છે. રાજગાદી ત્રીપુરમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com