________________
(૨૩૩). અધિકાર સાંપી દીધો. આ બનાવથી આ રાજ્ય જે અત્યાર સુધી સ્વતંત્ર સત્તા ભોગવતું હતું તે હવેથી ઈગ્રેજ સરકાર ની બાંયધરી નીચે એક તાબાના રાજ્ય તરીકે ગણાવા લાગ્યું.
આ ફેરફાર પછી થોડા દિવસમાં એટલે ઈ. સ. ૧૮૧૧ માં રાજા રામાવરમા પેરૂમલ મરણ પામ્યા. તેમના પછી તે ગાદી ઉપર તેમની બેન લિમિરાણી તેણીને કુંવર સાંપડ્યો ત્યાં સુધી બેઠી અને રાજકારભાર ઈંગ્રેજી રે.સડેન્ટના હાથમાં જેમ હતો તેમ રહ્યો. આ રાજ્યમાં આગલા જમાનાની રૂતી પ્રમાણે લાગુ પડેલા કઢંગા ધારા જેવા કે હલકા ગુનહેગારોને ભારે અને ભારે ગુન્હેગારોને હલકી શિક્ષાઓ થતી હતી તે આ વખત અંગ્રેજી રેસિડેન્ટે સુધારી અને ચાલતા જમાનાને છાજે એવા કાયદા તથા ગોઠવણ કરી, જેથી યિતને વ્યાજબી ઈનસાફ મળવા માંડ્યો.
તા. ૧૮ મી એપ્રિલ સને ૧૮૧૩ ના રોજ લફિમરાણીએ એક કુંવરને જન્મ આપ્યો, જેનું નામ વાતમી રામાવરમા એવું નામ પાડયું અને તેને ત્રાવણકોરની ગાદીએ બેસાડ્યો તથા લલિમરાણી તેના તરફથી એક રિજેટ તરીકે ઠરી. બીજે વરસે રાણએ એક બીજા કુંવરને જન્મ આપ્યો; પણ તે રાણી તુરત મરણ પામી તેથી તેને ઠેકાણે તેની બેન પાર્વતીબાઈ રિજંટ કરી. આ બાઈને તેજ સાલમાં એટલે ઈ. સ. ૧૮૧૪ માં રેસિડેન્ટ રાજ્યને કુલ કારભાર સોંપી દી. પાર્વતીબાઈએ ઘણી સારી રીતે કારભાર ચલાવ્યો તથા ઈ. સ. ૧૮૨૮માં રાજા વાતમી રામાવરમાં ૧૬ વરસની ઉમરના થયા એટલે પાર્વતીબાઈએ તેમને રાજ્યનો સઘળે વહિવટ સોંપી દીધું.
રાજા રામાવરમાં ઈ. સ. ૧૮૪૬ માં મરણ પામ્યા. તેમના પછી તેમના ભાઈ માસ્તંદા રાજગાદીએ બેઠા. તેમણે ૧૪ વરસ સુધી સલાહ શાંતિથી રાજ્ય કર્યું અને ઈ. સ. ૧૮૯૦ માં મરણ પામ્યા. તેમના પછી રાજા ભી બાલારામા વરમાં જે તેમની દીકરીના દીકરા હતા તે ગાદીએ બેઠા. તે ઈ. સ. ૧૮૮૦ માં મરણ પામ્યા અને તેમના પછી તેમના ભાઈ રાજા રામાવરમાં ગાદીએ બેઠા. રાજા રામાવરમાં પોતાની ૪૩ વરસની ઉમરે ગાદીએ બેઠા હતા. તેમનો જન્મ સને ૧૮૩૭ની સાલમાં થયો હતો. લાંબા વખત સુધી તેમણે કુંવરપદે રહીને સરટી માધવરાવના હાથ નીચે અંગ્રેજી સારી ઊંચી કેળવણી લીધી હતી અને
૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com