________________
(૨૩૨) ઇ. સ. ૧૭૮૩માં ત્રાવણકોરના રાજ સાથે ઈગ્રેજ સરકારે જે કરાર કાં હતા તેમાંના એક કરારથી મુંબાઈ સરકાર તરફથી બનાત, હથી આ છે અને બીજી ઈગ્રેજી બનાવટની જશેને બદલે ત્રાવણકોરના મુલકમાં થતાં સઘળાં મરી અંગ્રેજ સરકારને આપવા માટે રાજાએ કબુલ કીધું હતું. ત્યાર પછી એક બીજા કોલકરાર ની સરત પ્રમાણે રાજાએ બીજું વધારે ઈગ્રેજી લશ્કર પોતાના રાજ્યમાં રાખવાની ગોઠવણ કરી. રાજા વાંજીબાવલા પેરૂમાલ ઈ. સ. ૧૭૯૮માં મરણ પામ્યો. તેમની ગાદીએ રાજા રામાવરમા પરમલ બેઠા. તેમના ગાદી ઉપર બેઠા પછી થોડા દિવસમાં એ રાજય સંબંધી અંગ્રેજ સરકારે નવા કોલકરાર કર્યા; તેમાં ઈગ્રેજ સરકારે લશ્કરી મદદ આપવી તેમાં વધારો થવાથી રાજા પાસેથી વધારે રકમ લેવી એમ કર્યું તથા રાજ્યના વહીવટમાં અંગ્રેજ સરકારની દેખરેખ રહે તથા સધળાં સરકારી કામોમાં ઈગ્રેજ સરકારની સલાહ લેવી એમ બોલી કરી વહીવટ અંગ્રેજ સરકારને સોંપ્યો. તથા રાજ્યની ઉપજનો પાંચમો ભાગ તથા તે ઉપરાંત બીજા બે લાખ રૂપીઆ દર વરસે ઈગ્રેજોએ લેવા એમ ઠર્યું. આ ગોઠવણથી સધળો અધિકાર છગ્રેજેના હાથમાં ગયો, તેથી રાજાનો દિવાન અને બીજા કારભારીઓથી એ વાત સહન થઈ શકી નહિ, જેથી તેઓએ નારાજ થઈ રિયતના મોટા ભાગને ઉશ્કેર્યો અને ૩૦૦૦૦ લોકોને ઉશ્કેર્યા. એ લેકે બળવો કર્યો તથા તેમણે અંગ્રેજો સામે જીત મેળવવા માંડી. બંડખોરોએ રેસિડેન્ટના બંગલા ઉપર હલ્લો કયો. અંગ્રેજી કેટલાએક સેલજો ભુલ ખાઈને આલપાઈ બંદરે ઉતર્યા તેમની કે પથરા બાંધી તેમને પાણીમાં ડુબાવ્યા અને કો ચીનના રાજાને પોતાની તરફમાં લેવાને ઉદ્યોગ ચલાવ્યો; પણ તા. ૧૫મી જાન્યુઆરી સને ૧૮૦૯ના રોજ બંડખોર લોકો અને તેમનો આગેવાન દિવાન હારીને નાઠે. ફેબ્રુઆરી માસમાં કેટલાએક કિલા ઈગ્રેજોએ જીતી લીધા તેથી તે દિવાને જ ગેલમાં નાસતાં નાસતાં એક દેવળમાં જઈ પોતાનો જીવ આપો પછી રાજાનો વિચાર ઈગ્રેજો સાથે સલાહ કરવાનો થો અને જે ૩૪ સેલજરોને દિવાનના ભાઈએ આલપાઈ આગળ કુબાવ્યા હતા તેથી તેને રેજીમેન્ટની સામે રાજા પાસે ફાંસી દેવડાવી. પણ આ વેળા ઈગ્રેજોએ વિચાર કર્યો કે રાજા રાજ્ય ચલાવવાને અશક્ત છે તથા તેમનું રક્ષણ કરનારા ભરૂંસાવાળા માણસે નથી એમ ધારી રેસિડેન્ટને સઘળો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com