________________
(૨૩૦) લશ્કરી દર ચલાવીને રાજ કરતા. રાજાને વખતે વખત ભડકાવતો હતો; જેથી ઈ. સ. ૧૭૮૮ની સાલમાં મદ્રાસની સરકારને અરજ કીધી કે ત્રાવણકોરના રાજ્યના લશ્કરને કવાયત શિખવવા માટે અંગ્રેજ અમલદારો તથા તે લશ્કરમાં ૪ લશ્કરી અમલદારો અને ૧૨ સરજને આપવા. પરંતુ ઈગ્રેજ સરકારે જવાબ આપ્યો કે ઈગ્રેજી લશ્કરના અમલદારો અંગ્રેજી લશ્કર શિવાય બીજા કોઈ રાજ્યના લશ્કરો ઉપર સરદારી ભોગવી નહિ શકે. એવા કારણને લીધે એ વાત કબુલ કરવામાં નહિ આવે તો પણ જે તમારી મરજી હોયતો રાજ્યની સંભાળ માટે તમારાજ ખરચથી ઇગ્રેજી લશ્કર રાખવામાં આવે. તે ઉપરથી રાજાએ દર મહિને ૧૭૫૦ પડા (એકજાતના નાણુને સિક્કો) આપવા કબુલ કર્યા. એક પગે ચાર રૂપીઓને થાય છે અને તેથી અંગ્રેજી લશ્કરની બે બેટેલીયન ત્રાવણકો૨ના રાજ્યમાં રાખવા ઠર્યું.
આ ગોઠવણ પ્રમાણે અંગ્રેજી લશ્કર ત્રાવણકોરના રાજ્યમાં આવવાની તૈયારીમાં હતું તેવામાં મહિસરના રાજ્યમાં વસતા નાયર કરીને ઊંચી જાતના હિંદુઓને વટાળી મુસલમાન બનાવવા ટીપુ સુલતાને જુલમ કરવા માંડ્યો હતો તેથી તે લોક નાશીને આ રાજ્યમાં આવતા રહ્યા. તેથી ટીપુએ ત્રાવણકોરના રાજ્ય ઉપર ચઢાઈ કરવાનો વિચાર કર્યો. આ શિવાય ટીપુને આ રાજ્ય ઉપર ચઢી આવવાનું બીજું પણ કારણ હતું. તે એ કે ત્રાવણકોરના રાજ્યની સરહદ ઉપરના જે બે કિલા વલા લોક પાસેથી રાજાએ થોડા દિવસ થયાં વેચાણ લીધા હતા તે કિલ્લા અને મહિસુર તથા ત્રાવણકોરની સીમા ઉપર રાજાએ એક ભીંત અનામલી પર્વતથી તે દરિઆ કિનારા લગી ૩૦ માઈલની લંબાઈની બંધાવી હતી તથી ઈ. સ. ૧૭૮૮ના ડિસેમ્બર મહિનામાં આ ભીંત આગળ કરું એક મોટું સન્મ લઈને આવ્યો અને હુમલો કરી તે કિલ્લા જીતી લેવાનો પ્રયત્ન કી; પણ તેમાં ફતેહ પામ્યો નહિ તેથી જે ઠેકાણે છાવણી કરી હતી ત્યાંથી થોડે દુર ડુંગરમાં એક છુપો રસ્તો હતો ત્યાં થઈ ત્રાવણકોરના રાજ્યમાં દાખલ થવા વિચાર કર્યો. અને તે રસ્તે ચાલ્યો. પરંતુ પહેલી વખત રાજાના લશ્કરી માણસેએ તેને અટકાવ્યો તો પણ તેને પત નહિ કરતાં ભીંતનો કેટલોક ભાગ તોડીને ભીંતની રોયે ટોચે થઈને પોતાના મોટા મે જ્યાં આગળ છાવણી કરી હતી ત્યાં આવ્યો. થોડુંક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com