________________
(૨૨૯)
થાયછે, પણ જો તે ન હાયતો તેની બેનનો દીકરો ગાદીએ બેસે છે. જો ખનને દીકરો ન હોયતો તેની દીકરીનો દીકરો ગાદીપતિ થાયછે. કોઈ કોઈ વખત દીકરીઓએ પણ ગાદી ભોગવી છે. ઈ. સ. ૧૭૪૦ માં નાના સ રદારોની સંખ્યા ઘણી વધી પડવાથીઅને તે લોકોએ બડ મને ખખેડા કરવાથી તે ખેસાડી દેવા માટે તે વખતની રાજકર્તી બાઇએ મસ્તનંદા વર્મા નામના પોતાના એક સગાને રાજ્યનો કુલ ઋધિકાર સાંપી દીવા અને તે વખત પછીથી તે રાજ્યનો બરાબર ઈતિહાસ મળી આવે છે. રાજા મસ્તનંદાવોએ ડીલાથા નામના એક ક્લેમીસ યુરોપીઅનના હાથ નીચે ખડા કરેલા લશ્કરની મદદથી ઈ. સ. ૧૭૫૮ ની સાલ સુધીમાં પેલા નાના નાના બંડખોર સરદારોને વશ કરી પોતાના રાજ્યને સારા પાયાપર માણ્યું. એ રાજા ઈ. સ. ૧૭૫૮ ની સાલમાં મરણ પામ્યો. તેમના પછી વાંજી બાવલા પેમલ નામનો રાજા ગાદીએ ખેડો. તેણે ઉપલા યુરોપીષ્મન સેનાપતિના હાથ નીચેનાલશ્કરમાં વધારો કર્યો અને ખંડખોર સરદારો બાકી રહ્યા હતા તેમને પણ તે લશ્કરની મદદથી વશ કરી તાબે કર્યા. મહિપુરના રાજ્યની એક લશ્કરી ટુકડીના નાયક હૈદ ર્સ્મલીએ ઈ. સ. ૧૭૬૧ માં પોતાના રાજાને પદભ્રષ્ટ કરી પોતે ઐહિસુરની ગાદીએ ખેડા હતો. તેના વખતમાં ઈ. સ. ૧૭૭૨ માં માહી તરફ્ના હૈદરના ફ્રેન્ચ સતાવાળા ઉપર હુમલો કરવા જનારા ઈંગ્રેજી લશ્કરને ત્રાવણકોરના રાજ્યમાં થઇને જવાનો રસ્તો રાજા વાંજીબાવલા પેરૂમલે ઞાપ્યાથી, તેમજ ઈ. સ. ૧૭૮૩ ની સાલમાં હેદરના ભેટા ટીપુસુલતાન અને ઈંગ્રેજ સરકાર વચ્ચે પાંનીની માગળ ઉડેલી લડાઈ વખત આ રાજાને પોતાની મદદમાં આવવા કહી ટીપુએ નાણાંની લાલચ આપેલી પરંતુ તેનો લાભ નહિ કરતાં રાજા વાંજી ખાવલા પેરૂમલ ઈંગ્રેજની મદદમાં રહ્યા તથા તેમના લશ્કરની મદદથી ઇંગ્રેજ સરકાર ફતેહ પામી, આ ખતે કારણોને લીધે ઈંગ્રેજ સરકારે ત્રાવણકોરના રાજ્યના હકોની સંભાળ રાખવા માટે ઈ. સ. ૧૭૮૪ ની સાલમાં કબુલ કર્યું.
ટીપુસુલતાને મલખાર અને કાંનડાની જીત કરી તે મુલક લઈ લીધા હતા. તે બન્ને મુલકની વચ્ચે ત્રાવણકોરનું રાજ્ય હાવાથી તેને જીતી લેવા વિચાર હતો; પણ ઈંગ્રેજ સરકારની મદદથી તેનો પરો લાગ્યો નહિ, તો પણ ટીપુ સુલતાન ત્રાવણકોરના રાજ્યની સરહદ ઉપર પોતાનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com