________________
(૨૨૮) રાવે છે અને બીજાને કુંવારા રાખે છે. મુસલમાનમાં માપી, લવી, અને પઠાણ છે. ડુંગર ઉપર રાની લોક વસે છે. ઇસ્ત્રાઇલ થોડા છે પણ તેમાં કાળા અને ગોરા એવા બે ભેદ છે. ખ્રિસ્તી ત્રણ જાતના છે, સુની, રોમનકાથોલીક ને પ્રોટેસ્ટંટ છે. આ દેશની સ્ત્રીઓ વધારે રૂપવતી, ગેરી સુકુમાર, અને વધારે લાવણ્યતાવાળી હોય છે. તેમના રૂપની મુખ્ય શોભા તેમના ચોટલાના કાળા ભમ્મર જેવા વાળની છે. ત્રાવણકોરની સ્ત્રીઓ જેટલી સ્વતંત્રા તથા છુટ ભોગવે છે તેટલી હિંદુસ્થાનના બીજા કોઈ પણ ભાગની સ્ત્રીઓ ભગવતી નહિ હશે. ભાષા–મુખ્ય કરીને તેલંગી અને કાવીડી ચાલે છે. મુખ્ય શહેરો-ત્રિવેન્દ્રમ એ આ રાજ્યના દક્ષિણ ભાગમાં એક નાની નદીને કિનારે સમુદ્રથી દોઢ માઈલને છેટે છે. તેમાં રાજકર્ત માહારાજ રહે છે. આ શહેર એક બંદર છે તથા ત્યાં સરકારી તાર આફીસ, પોસ્ટ ઓફિસ અને વિદ્યાલયનાં સ્થળ છે ઈગ્રેજ સરકાર તરફથી કેટલુંક લશ્કર અને એક રેસિડંટ ત્રીરંદ્રમમાં રહે છે. આ શહેર તિનવહીના રેલવે સ્ટેશનથી નૈરૂત્યકોણમાં આશરે ૭૫ માઇલને છેટે છે પણ ડિ ત્રિવેન્દ્રમ સુધી રેલવે થવા નક્કી કર્યું છે તે સિવાય—કયન, અલી પલી, અંજુનેગા, પરકાદ, કુલમ, અંબીકા અને કાતા વિગેરે મોટાં શેહેશે છે. તેમાંનાં ઘણાં ખરાં દરિયા કિનારે છે. આ રાજ્યમાં માહારાજ તરફથી પોસ્ટ ખાતુ ઈલાય ૬ ચાલે છે.
ઈતિહાસ-અહીંના રાજકર્તા પટમ નામમાં દશાવંશી ક્ષત્રી છે. ત્રાવણકોરની ગાદી રામ રાજાની કહેવાય છે. એમ કહેવાય છે કે એ મુલક પરશુરામે સમુદ્ર પાસેથી લીધે અને ત્યાં એક જાતના જુના આ દેશી બ્રાહ્મણને વસાવ્યા. તેમણે એ દેશનું રાજ્ય ચલાવવાને ક્ષત્રીઓને બેલાવ્યા ત્યારથી આજ સુધી ત્યાં ક્ષત્રીનું રાજ્ય છે. એમ કહેવાય છે કે ત્રાવણકોર એ હિંદુ કાયદા પ્રમાણે ચાલનારું એક રાજ્ય છે. તે કોઈ દિવસ મુસલમાન કે બીજાની સત્તામાં ગયું નથી.
ઉપલી તવારીખ સિવાય બીજી પ્રાચિન હકીગત આપણે જાણ્યામાં આવી નથી. તે પણ ઈ. સ. ૧૪૫૬ની સાલથી કંઈક વાત અજવાળામાં આવી છે. આ રાજ્યની ગાદીના વારસાની રીત બીજા રાજ્યો કરતાં જુદી રીતની છે. રાજાના મરણ પછી તેનો કુંવર ગાદીએ બેસતો નથી. રાજકુંવર ગાદીનો વારસ ગણાતો નથી. મરનાર રાજાનો ભાઈ વારસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com