________________
(૧૬). સમજતાં, રાજ્યના સુબા છે એમ માને. તેણે વળી લશ્કરી ખાતામાં ફેરફાર કર્યો. તેણે લશ્કરના માણસોને લડાઈના વખત શિવાય બીજી વખતે ભથું આપવાનું બંધ કર્યું. આથી તે લોકોએ ઈ. સ. ૧૫૬ માં બંડ કર્યું અને ૨૦૦ અમલદારોએ નોકરીનાં રાજીનામા આપ્યાં. કલાઈવે કંઈપણ ગભરામણ વગર મદ્રાશથી નવાં માણસ બોલાવી તે જગા પુરી.
કલાઇવ સને ૧૭૬ ના જાનેવારી માસમાં વિલાયત ફરીથી ગયો. એ વખતે હૈદઅલી નામનો મુસલમાન મહિસરના હિંદુ રાજ્યનો ધણું થઈ પડ્યો હતો. તે ઈગ્રેન કો દુશ્મન હતો. ઇગ્રેજોએ તેનો ડર ખાઈ હૈદ્રાબાદના નિજામ અને મરેઠા સાથે સલાહ કરી હૈદર ઉપર ચડાઈ કરી; પણ હૈદરે નિજામ અને મરેઠાને ફોડી પોતાના પક્ષમાં લીધા એટલે અંગ્રેજો પાછા મકાશ જતા રહ્યા. પણ તા ૩ સપ્ટેમ્બર સને ૧૭૧૭ ના રોજ અંગ્રેજી ફોજ મી. સ્મીથની સરદારી નીચે ચંગામ આગળ અને ત્યારપછી તા. ૨૬ સપર્ટોબરના રોજ ત્રીનોમાલી આગળ હૈદર સામે લડી તેમાં તે જ્ય પામી. આ લડાઈમાં હૈદરની હાર થવાથી નિજામ પસ્તાયો અને છેવટ ઈગ્રેજના પક્ષમાં ગયો. આ લડાઈ વખત હૈદરનો બેટો ટીપુ મદ્રાશ અને તેની આસપાસ લૂટ કરતો હતો તથા ઘર બાળ હતો. તે પોતાના બાપની હારની ખબર જાણું તેને જઈ મો. હવે હૈદરે અંગ્રેજોના તાબાના કેટલાક કિલ્લા જીતી લીધા અને અંબુરના કિલ્લાને ઘેરો ઘાલ્યો. સ્મીથે અંબુર જઈ તેને નસાડ એટલે તે પશ્ચિમ કિનારા તરફ ગયો. અંગ્રેજોએ ત્યાં પણ તેની પછાડી જઈ કેટલાક કિલ્લા તાબે કર્યા. છેવટ હૈદરે મકાશ જઈ ઈગ્રેજો સાથે સલાહ કરવા કબૂલ કર્યું. આ વખત એટલે ઈ. સ. ૧૭૬૮ માં બંને વયે તહનામુ થયું. તેમાં એમ ઠર્યું કે બંને પક્ષવાળાએ એક એકની જગાઓ લીધી હોય તે પાછી આપવી ને શત્ર લડવા આવે તો એક બીજાને સહાય કરવી,
હવે જેનો અમલ સારી પેઠે જામવા લાગ્યો તેથી બંગાળામાં જે ગવરનર હતો તેને ઈ. સ. ૧૭૭૪ માં ગવર્નર જનરલ એવી પદિ ઈલાંડની સરકારે આપી અને તેને હિંદનો કુલ કારભાર સેપ્યો. આ વખતે મરેઠા ઘણું કરીને હિંદના ઘણા ભાગ કબજે કરી બેઠા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com