________________
(૨૦૧૬) પછ જવાથી રામજી ખવાસે ખંડણી આપવી બંધ કરી. વળી મધ જ જવાથી બીજાઓમાં ફુટ પેઠી તેથી ભદ્દી હમીર અને લુકવાયે દિનાએ રાયધણજીને કેદમાંથી છૂટા કર્યા. પણ એક નાની ટુકડીના જમાદાર મફતે મહમદે તેમને ફેર કેદ કર્યા.
રાવને કેદ કર્યા પછી કચ્છના રાજ્યમાં સિણવેલ નામનો એક મોટો અમીર હતો તેણે ફતે મહમદને ર૦૦ સ્વાસેની જમાદારી આપી. હવે જમાદાર વધવા માંડ્યો. તેણે મોટા મોટા સરદારો તથા ભાયાતોની પ્રીતિ મેળવવા માંડી. આથી કરીને તે વધારે વખાણાયો અને રાજ્યમાં કરતા હરતા જેવો થયો. તેણે પ્રથમ દેશને આબાદ કરવા તથા રાજ્યની સત્તા વધારવાના ઉપાય કરવા માંડ્યાં. વાગડમાં સણવાને ઠાકોર ખંડણી આપવી બંધ કરી બેઠો હતો તેના ઉપર જઈ સણવા લુટવું જેથી બીજા ગરાશીઆઓ પણ જે ખંડણી આપવી બંધ કરી બેઠા હતા તેમણે આપવા માંડી. વાગડમાં જે લુંટારા લોક વસતા હતા તેમને દેશપાર ક, સિલવેલ થોડા દિવસથી મુદો દબાવી બેઠો હતો તેને જમાદારે
જીતી લીધું. લખપતનો કિલ્લો બંધાવ્યો તથા તેની બંદરી પેદાશમાં વધારે કરો. રામજી ખવાસને માંડવીમાંથી કાઢ્યો અને હંસરાજને ત્યાંનો વહિવટ સે. થોડા દિવસ પછી જમાદાર અને રાવના ભાઈ પ્રથીરાજ છે વચ્ચે એક મિડિજી નામના માણસે ખટપટ કરી વેર કરાવ્યું હતું, તેથી પ્રથીરાજે એક વખત એક મીજબાની વેળા જમાદાર ઉપર તલવાર તાણી. આ વખત ભેગા થયેલા માણસે વેરાઈ ગયા. જ્યારે બીજે દિવસે પ્રથીરાજ ને મિડછએ બતાવેલી વાત તરકટી લાગી ત્યારે તેમણે જ
* કચ્છમાં જાડેજાઓનું રાજ્ય સ્થાપનાર મોડ તથા મનાઈનો - રમાઈભાઈ ઉનડ જેસિંધમાં રાજ કરતો હતો તેમના વંશમાં એક નોતીયાર નામનો માણસ થશે. તે ઈસલામ ધર્મ પાળી મુસલમાન થયો હતો. તેની વંશમાં કેટલીક પેઢીએ આ ફતે મહમદ હતો. પ્રથમ તે ધેટાં ચારવાનો ધંધો કરતો હતો પણ તે ચાલાક હેવાથી તેને કચ્છમાં કચ્છના રાજ્યમાં હલકી નોકરી મળી, અને ત્યાર પછી તે વધવા માંડ્યોછેવટ તે વછરનો દરજજે પામ્યો, તેની ચાલાકી હવે જેમ જેમ આ ઈતિહાસ વાંચતા જશો તેમ તેમ નજરે પડતી જવાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com