________________
(૨૦૪) નો કિતાબ અને “માહિમરાતીબ" બક્ષિશ આપ્યાં. વળી કાબુલના પાદશાહે મહારાજાધિરાજ એવો કીતાબ આપો. દ્વારકાને વાધેલ રામસિંહ યુરોપજઈ આવ્યો હતો તેને રાવ લખપતજીએ કચ્છમાં રાખી તેણે યુરોપમાં ફરી જે કળા કૌશલ્યની માહિતી મેળવી હતી તે માહિતીનો ઉપયોગ કરાવી તેની પાસે યુરોપના હુન્નરો કચ્છમાં દાખલ કરાવ્યા. રાવે પોતાના રાજ્યમાં વિધાનો પણ પ્રસાર કરાવ્યો હતો. તેમણે જ ભાષાને અભ્યાસ કીધો હતો અને તેમણે પોતે લોકોને એ ભાષા શીખવવા માટે એક શાળા સ્થાપી. જે જે બહારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાને આવતા તેમને ખોરાકી વગેરે રાવ પોતે અપાવતા હતા. તેમને જળદરનો રોગ થવાથી ૪૪ વરસની ઉમરે ઈ. સ. ૧૭૬૦માં મરણ પામ્યા. તે વખત તેમની ૧૫ રાખેલી સ્ત્રીઓ સતી થઈ હતી. તેમના મરણ પછી કુંવર ગોડજી ગાદીએ બેઠા. તેમણે જુના દિવાન પુંજા શેઠને એક નોકર છવણ નામને હતો તેને દિવાનગીરી આપી. આથી પુંજાશેઠ સિંધ ગો
અને ત્યાંના પાદશાહ ગુલામશાહને ૩૦૦૦૦ હજાર ફોજ સાથે કચ્છના રાવની કન્યા આપવાનું કહી કછ તેડી લાવ્યો. આ ફોજની સામે દિવાન છવણ કચ્છ અને રાધનપુરનું લશ્કર લઇને સામે થયો. આ વેળા લડાઈમાંની પેહેલા મરચાની એક તોપ ફાટી અને તેથી બંને લશ્કરમાં ગભરાટ થયો તેથી ફોજમાં તલવાર ચાલી અને ઘણું શુરા કામ આવ્યા; તેમાં જીવણ દિવાન પણ મરાયો હતો. હવે પાદશાહ પાછો ફર્યો અને કચ્છનાં કેટલાંક ગામડાં બાળી દીધાં હતાં. પંજા શેઠને ગુલામશાહે દિવાનગીરી આપી હતી તેથી તે કચ્છનાં ગામડાં લુંટતો હતો; પણ એક વખત રાવે તેને પકડી બેડી પહેરાવી તથા દશ દિવસ કેદ રાખી છે દિવસ ઝેર દઈ મારી નંખાવ્યો. આ ખબર ગુલામશાહને થઈ એટલે તે ૫૦ હજાર માણસના લશ્કર સાથે કચ્છમાં લોડર માતાની જગા સૂધી આવ્યો પણ તેને એક હલકા જાડેજાની કન્યા અપાવી સલાહ કરી પાળે કાઢો. ત્યાર પછી નવાનગરના દિવાન મહેસું ખવાસે આ ચાલતી ગરબડનો લાભ લઈ બાલંભાનો કિલ્લો જીતી લીધું. થોડા દિવસ પછી સિંધનું લશ્કર કચછ ઉપર ચઢી આવ્યું પણ તેને પાછું નસાડી મુકયું હતું.
રાવ ગોડજી ઈ. સ. ૧૭૭૮ માં મરણ પામ્યા તેમને રાયધણજી અને પૃથીરાજજી એ નામના બે કુંવર હતા તેમાંના વડા રાયધણજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com