________________
(૧૭) રૂપાની નકશીદાર કારીગરી બને છે. શિવાય મોટું શહેર માંડવી બંદર છે તેમાં વસ્તી ૩૫૦૦૦ માણસની છે. ત્યાં વેપાર બહુ સારો ચાલે છે. ઘણું કરીને આખા કચછના વેપારનું એ બારૂ છે. ત્યાં વહાણેની સગવડને માટે એક ફરજ છે. એમાં એક દીવાદાંડીનું કંડીલ છે.
ઈતિહાસ–કચ્છમાં હાલ જાડેજા જાતના રજપૂત રાજાનું રાજ્ય છે. તેમના વડીલ ત્યાં આવ્યા ત્યાર પહેલાં ત્યાં ચાવડા જાતને રાજા રાજ્ય કરતે હતો અને તેની રાજગાદી પાટગઢમાં હતી. જાડેજાનું મૂળ ઉ. ત્પત્તિ સ્થાન ચંદ્રવંશી યાદવ છે. શ્રીકૃષ્ણ દ્વારકામાં રાજ્ય કરતા હતા. તેમની રાણી જાબુવતીજીના કુંવર શાંબે, જે મીશર દેશના શોણીતપૂરના રાજા બાણાસુરના પ્રધાન કોભાંડની કન્યા રામા સાથે પરણ્યા હતા તેણીને પેટે ઉષ્ણક નામે કુંવર થયો. જ્યારે યાદવાસ્થળી થઈ ત્યારે ઉ. sણીત શેણીતપૂરમાં હતો તેથી તે ત્યાં વસ્યો. ત્યાંનો રાજા બાણાસૂર મુએ ત્યારે રાજ્ય કેભાંડને મળ્યું અને ભાંડ મુએ ત્યારે તે રાજ્ય ઉ. @ીકને હાથ આવ્યું. તેમના પછી ૭૮ મી પેઢીએ દેવેદ્ર થયા તેમને ચાર કુંવર હતા. તેમના ત્રીજા કુંવર નરપતે ગજનીના બાદશાહ ફિરોજશાહને મારી તેનું રાજ્ય લઈ લીધું, અને તે જામ કહેવાયા. નરપતના કુવર સામંત પાસેથી ફીરોજશાહના બેટા સુલતાનશાહે ગીજની પાછું જીતી લીધું એટલે તે સિંધ તરફ આવ્યા તથા તે મુલક ઉપર પોતાની સત્તા બેસાડી. સામત એ નામ પરથી તેમના વંશવાળા યાદવ મટી સમા” એ નામથી ઓળખાવા લાગ્યા. સામત પછી ૯ મી પેઢીએ લાખીયાર ભડ થયા તેમણે એક શહેર વસાવી તેનું નામ “નગરસને” પાડયું અને તેમાં રાજધાની કરી. હાલ તે “નગરઠઠ્ઠાને નામે ઓળખાય છે.
લાખીયાર, ભડને લાખો ધુરા એ નામનો કુંવર હતો. તે કચ્છમાં પાટગઢના ચાવડા રાજા વિરમદેવની કુંવરી બોથી સાથે પર હતો. તેને આ બાઈથી ચાર કુંવર થયા તેમાંના મોડતથા મનાઈ એ બે ભાઈ કચ્છમાં પોતાના મામાને ત્યાં રહેતા હતા. તેમણે દગાથી મામાને મારી કચ્છનું રાજ્ય લઈ લીધું. મોડની ચોથી પેઢીએ લાખો ફુલાણી
એ ચારમાંને એક અસપત મુસલમાન થયો. રગજપતના કુંવર ચુડચંદે સોરઠમાં રાજ્ય સ્થાપ્યું અને તેના વંશજો ચુડાસલા કહેવાયા. ૩ નરપત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com